બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ind vs ned team india playing 11 can change 3 players rest odi world cup 2023

સ્પોર્ટ્સ / INDvsNED મેચ પહેલાં ટીમ ઇન્ડિયામાંથી આ 3 સ્ટાર ખેલાડીઓ થઇ શકે છે OUT! જાણો કોને ચાન્સ મળે તેવી શક્યતા

Manisha Jogi

Last Updated: 09:57 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં 12 નવેમ્બરે ભારત અને નવેમ્બરે વચ્ચે મેચ રમાશે. આ પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.

  • ભારત આગામી મેચ નેધરલેન્ડ સામે રમશે
  • 12 નવેમ્બરે ભારત અને નવેમ્બરે વચ્ચે મેચ રમાશે
  • પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે

ICC વર્લ્ડ કપ 2023માં ભારત આગામી મેચ નેધરલેન્ડ સામે રમશે. બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં 12 નવેમ્બરે ભારત અને નવેમ્બરે વચ્ચે મેચ રમાશે. ભારતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર સ્થાન મેળવ્યું છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. આ પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.

પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર શા માટે કરવામાં આવશે
આગામી મુકાબલો ભારત માટે માત્ર ઔપચારિકતા રહેશે. જેથી કેપ્ટન રોહિત શર્મા કેટલાક સ્ટાર ખેલાડીઓને આરામ આપી શકે છે અને ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપી શકે છે. નેધરલેન્ડ સામેની મેચ પછી ભારતીય ટીમ સેમિફાઈનલ મેચ રમશે. આ મેચમાં તમામ ખેલાડીઓ ફિટ રહે તે જરૂરી છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો રોહિત શર્માએ તેનું બેકઅપ લેવો પડશે. 

ટીમમાં 3 ફેરફાર થશે
કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં 3 મોટા ફેરફાર કરી શકે છે. સૌથી પહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી શકે છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને રવિચંદ્રન અશ્વિનને તક આપવામાં આવી શકે છે. વાઈસ કેપ્ટન કે. એલ. રાહુલની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ માટે આ 3 ખેલાડીઓ મહત્વપૂર્ણ છે. જેથી આ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ