બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / increase in Ahmedabad pollution, Air quality index up 100

અમદાવાદ / પ્રદૂષણમાં ચોંકાવનારો વધારો, એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર

vtvAdmin

Last Updated: 08:21 AM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે અમદાવાદમાં રહેતા હોય તો જરા ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી રહી નથી. અમદાવાદ શહેર ધીરે ધીરે પ્રદૂષિત શહેર તરફ આગળ વધી રહ્યું છે.

અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 135એ પહોંચી ગયો છે. અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં વાહનોની સંખ્યા, ફેક્ટરીઓનો ફાટી નીકળેલો રાફડો, જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ઉડતી ધૂળના કારણે પણ હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે.
 


એર ક્વોલિટી ઈન્ડેક્ષ 100થી નીચે હોય તો તે હવા આરોગ્ય માટે સારી ગણાય છે. જોકે આંક 100એ પહોંચી જાય તો હવા શ્વાસ લેવા લાયક નથી રહેતી. જો કે રાજ્યભરના શહેરોમાં પ્રદૂષણ અંગે વાત કરીએ તો ગાંધીધામમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ગાંધીધામમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 158એ પહોંચ્યો છે.
 


ગાંધીધામમાં પ્રદૂષણ વધવાનું કારણ ફેક્ટરીઓ અને કંપની છે. ગાંધીધામમાં મોટી સંખ્યામાં કેમિકલ, કોલસા અને અન્ય ચીજોની ફેક્ટરીઓ આવેલી છે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. જ્યારે ગાંધીધામ બાદ વલસાડમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 129  છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 121, આણંદમાં 106નો આંક નોંધાયો છે.




જાણો રાજ્યના કેટલાક શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ આંક
ગાંધીધામ - 158
રાજકોટ - 98
અંકલેશ્વર - 93
મોરબી - 93
વલસાડ - 129
ગાંધીનગર - 121
આણંદ - 106

સંકળાયેલા મુદ્દાઓ

AMC Gujarat News ahmedabad people pollution ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ