બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ika virus attack in Pune, appeals to women not to get pregnant for next 4 months

BIG NEWS / ગુજરાતની નજીક જ નવા વાયરસનો ઍટેક, બચાવ માટે સરકાર મોટા પાયે લોકોને આપી રહી છે કોન્ડમ

Parth

Last Updated: 06:53 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં સરકાર તરફથી લોકોને કોન્ડમનાં પેકેટ લોકોને આપવામાં આવી રહ્યા છે તથા પુરુષોને કહેવામાં આવી રહ્યું છે કે કોન્ડમ વગર કોઈ સંબંધ ન બનાવે.

  • મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનાં ઍટેકથી સરકાર પરેશાન 
  • મહિલાઓને ચાર મહિના સુધી પ્રેગ્નેન્ટ ન થવા સલાહ 
  • મોટા પ્રમાણમાં લોકોને અપાઈ રહ્યા છે કોન્ડમના પેકેટ 

વધુ એક વાયરસે ટેન્શન વધાર્યુ
ભારતમાં કોરોના વાયરસ મહામારીનાં કેસ સતત વધી રહ્યા છે, ત્રીજી લહેરની આશંક વચ્ચે બીજા જીવલેણ વાયરસની એન્ટ્રી થવાથી સરકારનાં ટેન્શનમાં વધારો થયો છે ત્યારે મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય વિભાગ અલર્ટ થઈ ગયું છે અને મહિલાઓને આગામી ચાર મહિના સુધી ગર્ભવતી ન થવાની અપીલ કરવામાં આવી છે. 

ઝિકા વાયરસથી બચવા સરકારે કમર કસી 
મહારાષ્ટ્રનાં પૂણેમાં બેલસર ગામમાં ઝિકા વાયરસણો કેસ સામે આવ્યો હતો જે બાદ રાજ્યનું તંત્ર અલર્ટ થઈ ગયું. વાયરસ આગળ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા લોકોમાં કોન્ડમનાં પેકેટ વહેચવામાં આવી રહ્યા છે. સાથે જ મહિલાઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આગામી ચાર મહીનાં સુધી તે પ્રેગ્નેન્ટ ન થાય. 

શું છે લક્ષણો?
મેડિકલનાં નિષ્ણાતો અનુસાર ઝિકા વાયરસનાં લક્ષણો ડેંગી જેવા જ હોય છે. જેમાં તાવ અને સાંધામાં દુખાવો પણ સામેલ છે. 

સાવધાની જ બચાવશે 
નિષ્ણાતો માને છે કે આ વાયરસથી બચવું હોય તો એકમાત્ર ઉપાય સાવધાની જ છે, જેના કારણે આખા રાજ્યમાં તંત્રને અલર્ટ કરી દેવામાં આવ્યું છે.  

લોકોને આપવામાં આવી રહ્યા છે કોન્ડમ 
સ્વાસ્થ્ય વિભાગ તરફથી ગામડાઓમાં મોટા પ્રમાણમાં કોન્ડમનાં પેકેટ લોકોને આપવામાં આવી રહ્યા છે તથા પુરુષોને કહેવામાં આવી રહ્યું છે કે કોન્ડમ વગર કોઈ સંબંધ ન બનાવે. 

જોકે સરકારે એમ પણ કહ્યું છે કે આ બીમારીથી ગભરાવવાની જરૂર નથી, આ સમય અસ્થાઈ છે અને ખૂબ જલ્દી જતો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ