બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you get caught in cybercrime just call on 4 digits number you will get back your rupees

હેલ્પ / સાયબર ક્રાઈમની જંજાળમાં ફસાઓ તો બસ ઘુમાવો આ 4 અંક, પરત મળી જશે રૂપિયા

Arohi

Last Updated: 04:58 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cybercrimeની ઘટનાઓ સતત વધી રહી છે. પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો આ વિશે ફરીયાદ દાખલ કરાવતા નથી. જોકે તેનો એક હેલ્પ લાઈન નંબર પણ છે. જેના પર કોલ કરી તમે સાઈબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકો છો.

  • વધી રહી છે સાઈબર ક્રાઈમની ફરિયાદ 
  • સાઈબર ફરિયાદ માટે શરૂ કરવામાં આવી છે હેલ્પ લાઈન 
  • 4 અંકના આ નંબર પર કોલ કરી કરી શકાશે ફરિયાદ 

cyber crimeની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે લોકોને ખૂબ જ આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. ઘણી વખત લોકો સમજી નથી શકતા કે સાઈબર ક્રાઈમ હોવાની સ્થિતિમાં શું કરવું જોઈએ. તેના કારણે તે તેની ફરિયાદ પણ ક્યાંય નોંધાવતા નથી. 

તમને જણાવી દઈએ કે cyber crimeની ફરિયાદ કરવાની રીતે સૌથી સરળ છે. સાઈબર ક્રાઈમથી નિપટવા માટે ગૃહ મંત્રાલયની તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ નંબર પર ડાયલ કરીને તમે સાઈબર ક્રાઈમની ફરીયાદ દાખલ કરાવી શકો છો. 

ડાયલ કરવાનો રહેશે આ નંબર 
તેના માટે તમારે ફક્ત પોતાના ફોનથી 1930 નંબર પર કોલ કરવાનો રહેશે. આ નંબર પર સાઈબર ફ્રોડની ફરિયાદ દાખલ કરાવી શકાય છે. તેનાથી તમને સાઈબર ફ્રોડના પૈસા પણ પરત મળી શકે છે. જો તમે કોઈ પણ પ્રકારના સાઈબર ક્રાઈમની ફરીયાદ કરો છો તો તમને તેની ફરિયાદ 1930 પર નોંધાવી પડશે. 

ઈમરજન્સી નંબરની જેમ કામ કરે છે આ હેલ્પ લાઈન 
આ એક પ્રકારે ઈમરજન્સી નંબરની જેમ કામ કરે છે. તેનાથી પહેલા યુઝર્સને 155360 ડાયલ કરવાનું હતુ પરંતુ તેને બંધ કરી હવે 1930 નંબર રિપ્લેસ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયે DoTની સાથે મળીને આ નંબરને જાહેર કર્યો હતો. 

કઈ રીતે કામ કરે છે આ હેલ્પલાઈન? 
કોઈ પણ પ્રકારનું સાઈબર ક્રાઈમ થવા પર વિક્ટિમને હેલ્પલાઈન નંબર ડાયલ કરવાનો રહેશે. ત્યાર બાદ કોલ કરનારને નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલમાં એક ફોર્મલી કંપ્લેન્ટ દાખલ કરવા માટે કહેવામાં આવે છે. તેના બાદ આ ટિકિટ ફાઈનાન્શિયલ ઈન્ટરમિડિયરીઝ કંસર્નની સાથે જનરેટ થાય છે. 

ફ્રોડ ટ્રાન્ઝેક્શન ટિકિટ ડેબિટેડ અને ક્રેડિટેડ FIના ડેશબોર્ડ પર જોવા મળશે. આ બેંક અથવા વોલેટ જ્યાં ટિકિટ ગઈ છે ત્યાં ફ્રોડ ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ ચેક કરવામાં આવી શકે છે.  

જો ફંડને મૂવ કરવામાં આવી ચુક્યું છે તો પછી બીજા FIને તેની ડિટેલ્સ શેર કરવામાં આવે છે. તેના બાદ ફરી પહેલી પ્રોસેસ રિપીટ થાય છે. જો ફંડને મૂવ ન કરવામાં આવે તો તે હોલ્ડ કરી શકાય છે. સાઈબર ફ્રોડ થવાની સ્થિતિમાં યુઝર તરત ડિટેલ્સ સાઈબર હેલ્પલાઈન નંબર પર આપો. તેમાં મોડુ થવા પર પૈસા મળવાના ચાન્સ ઓછા થઈ જાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ