બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / If the Gujarat team reaches the final, history will be made

IPL 2023 Final / જો ફાઇનલમાં પહોંચી ગઈ ગુજરાતની ટીમ તો રચાઇ જશે ઈતિહાસ, ભૂતકાળમાં ક્યારેય નથી રચાયો આવો રેકૉર્ડ

Priyakant

Last Updated: 08:31 AM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Final News: IPLના ઈતિહાસમાં અત્યાર સુધી ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી નથી, જો ગુજરાત ફાઇનલમાં પહોંચે છે તો આ વખતે બની જશે રેકોર્ડ

  • IPL 2023 સીઝન બની શકે એવો રોકોર્ડ કે જે અત્યાર સુધીના ઈતિહાસમાં નથી બન્યો
  • જો ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચશે તો IPL ઇતિહાસમાં એક તોફાની રેકોર્ડ સર્જાશે
  • અત્યાર સુધી ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી નથી

IPL 2023 સીઝન એવો રેકોર્ડ બનવા જઈ રહી છે, જે અત્યાર સુધીના ઈતિહાસમાં નથી બન્યો. વાત જાણે એમ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. તેણે ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને હરાવી હતી. પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ગુજરાતને વધુ એક તક મળી છે. તે આજે એટલે કે 26 મે મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્વોલિફાયર-2 રમશે. અહીં જે ટીમ જીતશે તે ફાઇનલમાં ચેન્નાઇ સાથે ટકરાશે. જો ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચશે તો IPL ઇતિહાસમાં એક તોફાની રેકોર્ડ સર્જાશે. 

ગુજરાત ફાઇનલમાં પહોંચતાની સાથે જ રેકોર્ડ બની જશે
આ રેકોર્ડ શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. વાત જાણે એમ છે કે, IPLના ઈતિહાસમાં અત્યાર સુધી ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી નથી. જો ગુજરાત ક્વોલિફાયર-2માં મુંબઈને હરાવી ફાઇનલમાં પહોંચે છે તો આ વખતે તે રેકોર્ડ બની જશે.

 

ઓપનિંગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે રમાઈ હતી 
મહત્વનું છે કે, વર્તમાન સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે અમદાવાદમાં રમાઈ હતી. ત્યારબાદ ગુજરાતે તે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. હવે જો બંને ટીમો ફાઇનલમાં ટકરાશે તો ચેન્નાઈની ટીમ એ હારનો બદલો લેશે અને 5મી વખત ટાઈટલ જીતશે.

IPLના ઇતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી ચેન્નાઈની ટીમ 4 વખત ચેમ્પિયન બની હતી, જ્યારે ગુજરાતની ટીમ એક વખત ચેમ્પિયન બની હતી. IPLમાં 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019, 2020 સીઝનમાં આ તમામ ખિતાબ જીત્યા છે. આ સિવાય ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે બીજી સૌથી વધુ 4 વખત (2010, 2011, 2018, 2021) ટાઇટલ જીત્યું છે.

આ સાથે હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ બે વખત ટાઇટલ જીત્યું છે (ડેક્કન ચાર્જર્સ 2009, સનરાઇઝર્સ હૈદરાબાદ 2016). કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ બે વખત (2012, 2014) ચેમ્પિયન બની હતી. આ ત્રણ ટીમો સિવાય રાજસ્થાન રોયલ્સ (2008) અને ગુજરાત ટાઇટન્સ (2022) 1-1 વખત ટાઇટલ જીતી ચૂકી છે.

IPL ઓપનિંગ મેચ સંબંધિત મહત્વના આંકડા

  • માત્ર 5 વખત (2011, 2014, 2015, 2018, 2020) પ્રથમ મેચ રમનાર ટીમ ચેમ્પિયન બની
  • માત્ર 3 વખત (2011, 2014, 2018) પ્રથમ મેચ જીતનારી ટીમ ચેમ્પિયન બની
  • માત્ર 2 વખત (2015, 2020) મેચ હારનારી ટીમ બની ચેમ્પિયન, મુંબઈની ટીમે બંને વખત આ કારનામું કર્યું છે

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL 2023 IPL 2023 Final gt આઇપીએલ ફાઇનલ ગુજરાત ટાઈટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023 Final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ