બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / શોપિંગ / Identify sweet mangoes by size colour smell follow 5 tricks

ટિપ્સ / કેરીના રસિયાઓ નહીં થાય નિરાશ, મીઠી અને રસદાર કેરી ખરીદવાની 5 ટ્રિક્સ, મજો પડી જશે

Bijal Vyas

Last Updated: 06:29 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર કેરી બજારમાં ખરીદીને ઘરે લાવીએ અને કટ કરીએ તો એ ખાટી હોય છે. ખાટી કેરી ખાવાની મજા બગડી જાય છે. તો જાણો મીઠી અને રસદાર કેરી ખરીદવાની 5 ટ્રિક્સ વિશે

  • જો કેરીમાંથી કોઇપણ પ્રકારની સુંગધ નથી આવતી તો તે મીઠી નથી. 
  • પાકેલી કેરી હળવી અને નરમ હોય છે, ભલે તે દેખાવમાં પીળી ના હોય 

How to Pick Sweet Mangoes: ગરમીની સિઝન શરુ થઇ ગઇ છે અને કેરી ફળોનો રાજા છે. કેરી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. કેરી સ્વાદમાં સારી નિકળે તો ખાવાની મજા આવતી છે. ઘણી વાર કેરી બજારમાં ખરીદીને ઘરે લાવીએ અને કટ કરીએ તો એ ખાટી હોય છે. ખાટી કેરી ખાવાની મજા બગડી જાય છે. આ કેરી કચરાની ડોલમાં જાય છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે કેરી મીઠી છે તેની ખબર કેવી રીતે પડી શકે? હવે તમે ઇચ્છો છો કે કેરી અંદરથી મીઠી નિકળે છે અને રસદાર હોય તમે તમે કેરી લેતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો.... 


આ રીતે કરો મીઠી કેરીની ઓળખ 
1. નરમ કેરી લો

તમે જ્યારે પણ બજારમાંથી કેરી લો ત્યારે ખાસ કરીને થોડી નરમ લો. નરમ કેરી અંદરથી મીઠી હોય છે, જ્યારે કડક કેરી તમે લો છો તો એ અંદરથી ખાટી નિકળે છે. આ માટે હંમેશા કેરી થોડી નરમ લો. કડક કેરી ખાવાની પણ મજા આવતી નથી.

શું કેરી ખાવાથી ખરેખર વધે છે વજન? જાણો શુ કહે છે ન્યૂટ્રિશનિસ્ટ | mango  increases the weight gain and how it affect the health

2. સુંગધ લઇને જુઓ
તમે જ્યારે પણ બજારમાંથી કેરી ખરીદો ત્યારે એને સૂંઘી લો. જો તેમાંથી કેરીની સુંગધ આવે તો આ પાકેલી છે અને મીઠી પણ છે. ધ્યાન રાખો કે પાક્યા વિનાની કેરીની કોઇ સુગંધ હોતી નથી. એટલુ જ નહીં, જો કેમિકલથી પાકેલી કેરી છે તો તેની સુંગધ નહીં આવે. 

3. ગોળાઇ ચેક કરો
જે કેરી થોડી ગોળાકાર હોય અને વધારે વળેલી ના હોય તો તે કેરી મીઠી જ નીકળે છે. પરંતુ, જો કેરી સુડોળ છે અને ખૂબજ સુંદર દેખાય છે તો બની શકે છે તે વધારે પાકી કે મીઠી ના હોય.

Mango season begins, Valsadwasios feel discouraged

4. વધારે ધારવાળી કેરી ના લો 
જે કેરી પર વધારે લાઇનો દેખાઇ રહી હોય તેની પસંદગી ના કરો. આવી કેરી સ્વાદમાં સારી નથી હોતી અને મીઠી પણ નથી હોતી. 

5. દબાઇ ગયેલી કેરી ના લો
જો કેરી એક બીજાના વજનના કારણે વધારે દબાઇ ગઇ છે અને વધારે નરમ થઇ ગઇ છે તો આવી કેરી ના લો. કારણ કે આ કેરી પાક્કી તો હશે પરંતુ ઝડપથી બગડી જશે અને સાથે રાખેલી અન્ય કેરીને પમ ખરાબ કરશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ