બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / icc world cup 2019 ms dhoni is enough for australian team

WC 2019 / AUSને એકલો જ ભારી પડી શકે છે ધોની, વિકેટની આગળ-પાછળ છે દમદાર રેકોર્ડ

vtvAdmin

Last Updated: 12:29 PM, 9 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ ઑવલ' માં આજે રમાઇનારી  ICC વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા એકબીજાની આમને સામને હશે ત્યારે તમામ લોકોની નજર મહેન્દ્ર સિંહ ધોની પર હશે.

સ્ટેડિયમમાં રહેલા તમામ કેમેરા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીના ગ્લવ્સ પર ફોકસ કરી રહ્યા હશે અને ક્રિકેટ એક્સપર્ટ તેની શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન રાખશે, પરંતુ ધોની પોતાની ધૂનમાં જ મસ્ત હશે. જોકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ ધોનીનું ફોર્મ શાનદાર રહ્યુ છે અને તે ઇચ્છે કે હજુ પણ આવું જ રહે.

2018થી અત્યાર સુધી તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ 92ની એવરેજથી રન કર્યા છે. ધોનીના ફોર્મનો અંદાજ તમે તે વાત પરથી લગાવી શકે કે 6 ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા બૉલર માત્ર 3 વખત જ તેણે આઉટ કરવામાં સફળ રહ્યા છે. 

માત્ર બેટિંગમાં જ નહી પરંતુ ધોની વિકેટની પાછળ પણ સ્પિન બૉલર્સને સલાહ આપતો જોવા મળે છે અને તેના પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઇન્ડિયામાં તેની ખાસ જગ્યા છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ આવી રહ્યુ હતુ ફોર્મ:

ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરવામાં આવે તો તેનું હાલનું ફોર્મ શાનદાર રહ્યુ છે. વર્લ્ડ કપમાં તેની અત્યાર સુધીની સફર પર સારી રહી છે. આ વર્ષે ભારતમાં રમાયેલી વનડે સીરિઝની છેલ્લી 2 મેચમાં ઓસ્ટ્રેલિયા કેપ્ટન એરોન ફિંચે જોયુ કે ધોની કઇ રીતે ટીમ ઇન્ડિયાની બાજી બદલી શકે છે.

જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વનડે સીરિઝમાં ધોની મેન ઑફ ધ મેચ રહ્યો. આ દરમિયાન તેણે સતત 3 હાફ સેન્ચુરી કરી. ધોનીએ 51, 55 અને 87 રનની ઇનિંગ રમી.

વિકેટની પાછળ કમાલ:

માર્ચમાં છેલ્લી વખત 2 ટીમે 5 મેચની સીરિઝ રમી. ધોનીએ મોહાલીમા રમાયેલી ચોથી વનડેમાં આરામ કર્યો. આ મેચમાં ધોનીની ખોટ ટીમ ઇન્ડિયાને મહેસૂસ થઇ. ધોનીની જગ્યાએ વિકેટકીપિગ માટે રિષભ પંતે મેચમાં ઘણી વિકેટ છોડી. આ કારણે ટીમ ઇન્ડિયાને મેચ હારવી પડી.

આ મેચમાં એસ્ટન ટર્નરે 83* રનની ઇનિંગ રમી, જેમાં રિષભ પંત દ્વારા કેચ છૂટી જતા ટર્નરને જીવનદાન મળ્યુ. ટીમ ઇન્ડિયાએ હાલનું ફોર્મ જોવામાં આવે તો સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો મહત્વનો રોલ છે. ચહલ અને કુલદીપ જો સફળ રહ્યા તો આ માટેનો શ્રેય પણ ધોનીને આપવામાં આવશે. ધોની જો ટીમમા ના હોય તો તેની અસર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પર પડે છે.

મોહાલીની મેચમાં યુઝવેન્દ્ર ચહલે 10 ઑવરમાં 80 રન આવ્યા, જ્યારે કુલદીપ યાદવે 10 ઑવરમાં 64 રન આપ્યા હતા. આ પહેલાની 2 મેચમાં ધોની રમ્યો હતો તો બંને બૉલર્સેનું ફોર્મ સારુ રહ્યુ. બંનેએ સાથે મળીને 5 વિકેટ પોતાના નામે કરી. 

વર્લ્ડ કપમાં ફરી એક વખત સ્પિનમાં ચહલ, યાદવ અને વિકેટની પાછળ ધોની છે, જેનુ પરિણામ સાઉથ આફ્રિકાની મેચમાં જોવા મળ્યો.

યુઝવેન્દ્ર ચહલે આ મેચમાં 4 અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી. આ પહેલા વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચમાં ધોનીએ સેન્ચુરી  કરીને હતી, તો સાઉથ આફ્રિકાની સામે 34 રનની ઇનિંગ રમી. 

ધોનીને જે લોકો વર્ષોથી ઓળખે છે તેઓ જાણે છે કે ખિલાડી કેવી રીતે દબાણનો સામનો કરે છે, તેની રમત પર કોઇ અસર નથી થતી. જોકે આશા છે ગ્લવ્સના વિવાદની પણ ધોનીના ફોર્મ પર અસર નહી દેખાય અને ટીમ ઇન્ડિયાને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ