બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 02:41 PM, 14 May 2019
મંગળ પોતાના ખરાબ પ્રભાવથી માનવીના દુશ્મન ઉભા કરે છે, ખરાબ ટેવો તરફ ઉશ્કેરે છે. જિદ્દી બનાવે છે, ઉપરાંત સ્વજનોથી પણ દુર કરી નાંખે છે. જો તમારી આસપાસ પણ કોઇ મંગળના પ્રકોપથી પીડિત જોવા મળે છે તો તેના માટે અહીં કેટલાક ઉપાય છે જે ઘણા લાભદાયક છે.
ADVERTISEMENT
મંગળના પ્રકોપથી બચવા મંગળવારે કરો આ ઉપાય
ADVERTISEMENT
1) જેના પર મંગળનો પ્રકોપ હોય તેણે નારિયળનું પાણી જરૂર પીવું જોઇએ. તેનાથી મંગળ શાંત થશે સાથે અંદરનો ક્રોધ પણ.
2)મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઇ બજરંગબલીને તેલ અને સિંદૂર મેળવી અર્પણ કરવું જોઇએ અને તેનું તિલક કરવું જોઇેએ.
3) બુંદીના લાડુ જાતે બનાવી અને તેમા ચાર લવિંગ નાંખી હનુમાનના ચરણોમાં મંગળવારના દિવસે અર્પણ કરવા.
4) પાનના પત્તા પર કાથો લગાવી, મંગળવારના દિવસે હનુમાનજીને ચઢાવવું.
5) રોજ હનુમાન ચાલીસા અને બજરંગબાણનો પાઠ કરવો જોઇએ.
6) મંગળવારનું વ્રત કરવું અને ગોળ તથા ચણાનું દાન જરૂર કરવું જોઇએ.
7) જે ભક્ત પ્રત્યેક મંગળવારે વ્રત અને હનુમાનની વિશેષ પૂજા-આરાધના કરે છે તેના પર હનુમાનજીની કૃપા સદૈવ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.