બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Honey singh talked about his mental issues dangerous psychotic symptoms

મનોરંજન / 'TV જોઇને ડર લાગતો, 6 વર્ષ સુધી ફોનથી દૂર રહ્યો', આ માનસિક બીમારીથી ઝઝૂમતો હતો હની સિંહ, છલક્યું દર્દ

Manisha Jogi

Last Updated: 11:16 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honey Singh: હની સિંહ છેલ્લા ઘણા સમયથી તેઓ મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. હની સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા 7 વર્ષથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા.

  • હની સિંહ મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાંથી થઈ ગયા હતા ગાયબ.
  • 7 વર્ષથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા.
  • ગંભીર માનસિક લક્ષણો જણાતા ભારત આવી ગયા.

રૈપર હની સિંહ (Yo Yo Honey Singh) ધીમે ધીમે કરિઅરમાં આગળ વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. હની સિંહે એક ઈન્ટરવ્યૂમાં તેમના જીવનના સૌથી ખરાબ તબક્કા વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ છેલ્લા 7 વર્ષથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા. હની સિંહે એક મીડિયા હાઉસને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેમને જોખમી માનસિંક લક્ષણોથી મુક્તિ મળી નથી. તેમને ખબર જ નહોતી પડતી કે, તેમની સાથે શું થઈ રહ્યું છે. તેઓ શાહરૂખ ખાન તથા અન્ય લોકો સાથે વર્લ્ડ ટૂર કરી રહ્યા હતા, જ્યાં તેમને ગંભીર માનસિક લક્ષણો જણાતા ભારત આવી ગયા હતા અને ઈલાજ કરાવવાનું નક્કી કર્યું હતું. 

મેન્ટલ ઈશ્યૂ વિશે ખબર કેવી રીતે પડી?
હની સિંહ જણાવે છે કે, ‘શું થઈ રહ્યું છે, તેની ખબર જ નહોતી પડતી. ટૂર દરમિયાન કેટલીક તકલીફો થઈ રહી હતી. એક શો દરમિયાન તબિયત બગડી ગઈ હતી. ગંભીર માનસિક લક્ષણો સામે આવ્યા હતા, હું ટૂર છોડીને ઘરે આવી ગયો. મેં ડોકટર પાસે ચેકઅપ કરાવ્યું, તેમને પણ ખ્યાલ નહોતો આવતો કે શું થઈ રહ્યું છે. આજના સમયમાં માનસિક આરોગ્યને માનવામાં આવે છે. હું એટલું કહેવા માંગુ છું કે, ભારતમાં માનસિક આરોગ્યના પર્યાપ્ત ડોકટરો નથી.’

ડોકટર્સ પર વિશ્વાસ નહોતો
હની સિંહે અનેક ડોકટરો પાસે તપાસ કરાવી, પરંતુ તેમને કોઈ જ અસર ના થઈ. તેઓ જણાવે છે કે, ‘મને એક સારા અને અનુભવી ડોકટરની જરૂર હતી. ત્રણ વર્ષ સુધી દવા લેવા છતાં આ ગંભીર લક્ષણોથી છુટકારો મળ્યો નહોતો. મારા પરિવારના લોકો કહેતા હતા કે, તે ડોકટર પાસે 30 વર્ષનો અનુભવ છે. હું તેમને કહેતો હતો કે, મારી પાસે 30 વર્ષ નથી. ડોકટર બદલો. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આ ક્ષેત્રે ઓછા ડોકટરો છે. જો માતા પિતા પોતાના બાળકના મેન્ટલ ઈશ્યૂ વિશે ઈલાજ કરાવવા માટે સહમત થઈ જાય, પરંતુ માત્ર એ સોલ્યુશન નથી. ડોકટર જ ખોટો હોય તેવું પણ બની શકે છે.’

હની સિંહના જીવનમા આવી એક એન્જલ
હની સિંહ જણાવે છે કે, 5-6 વર્ષ સુધી આ પ્રકારે જ ચાલ્યું, ત્યાર પછી એક યોગ્ય ડોકટર મળ્યો. ‘5-6 વર્ષ સુધી યોગ્ય ડોકટર ના મળ્યો. વર્ષ 2021માં એક સારો ડોકટર મળ્યો. જૂન-જુલાઈ 2021થી મારામાં કોઈપણ પ્રકારના લક્ષણ જોવા નથી મળી રહ્યા. હું ધીમે ધીમે સેટલ થઈ રહ્યો છું અને કામ કરી રહ્યો છું. શોઝ કરી રહ્યો છું અને ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છું. દિલ્હીની આ ડોકટર મારા જીવનમાં એન્જલ બનીને આવી અને મારી લાઈફ બદલી દીધી. મેં આ પ્રોબ્લેમ માટે 7 ડોકટર પાસે તપાસ કરાવી, પરંતુ આ ડોકટરે માત્ર 3 મહિનામાં મને સાજો કરી દીધી’

જીવનનો સૌથી ખરાબ તબક્કો
હની સિંહ જણાવે છે કે, આ સમય મારા માટે ખૂબ જ કઠિન હતો. મેં ડોક્યુમેન્ટ્રીમાં મારા જીવનના 7 વર્ષ વિશે વાત કરી છે. મેં ટીવી નથી જોયું, ફોન પર વાત નથી કરી અને રેડિયો પણ નથી સાંભળ્યો. ટીવીમાં જો મને પહાડ દેખાય તો તે પણ મને ટ્રિગર કરતો હતો, તેનાથી મને ડર લાગતો હતો. બહાર શું ચાલી રહ્યું છે, તેની મને ખબર જ નહોતી. હું મારા કરિઅરને પણ સાઈડમાં મુકીને માત્ર ઠીક થવા માંગતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ