બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 06:12 PM, 15 July 2022
ADVERTISEMENT
મૂત્રાશય યોગ્ય સમયે ખાલી નહીં થાય તો આરોગ્ય માટે નુકસાનકારક
માનવ શરીરમાં દરેક અવયવનુ પોતાનુ મહત્વ છે અને તેનુ વિશેષ કામ પણ નિર્ધારિત છે. હંમેશા આપણે સારુ ભોજન અને પાચન રાખવાની વાત કરીએ છીએ. પરંતુ આ જ રીતે શરીરમાંથી વેસ્ટ મટિરિયલનુ સમયે બહાર નિકળવુ પણ જરૂરી છે. જો શરીરમાં મૂત્રાશય યોગ્ય સમયે ખાલી ના થાય તો આ તમારા આરોગ્ય માટે નુકસાનકારક હોઇ શકે છે.
ADVERTISEMENT
ભૂલથી પણ ના કરશો આ ભૂલ
એક મીડિયા રિપોર્ટ મુજબ ગમે તેવી સ્થિતિમાં ટૉયલેટ જવામાં મોડુ ના કરવુ જોઈએ. ભલે તમે ગમે તેવા જરૂરી કામમાં વ્યસ્ત હોય અથવા પછી પેશાબ જવા માટે લાંબી લાઈન કેમ ના લાગી હોય, તેમ છતા પેશાબ આવતા તાત્કાલિક ટૉયલેટનો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાંતે ચેતવણી આપી છે કે યુરિનને રોકવુ કોઈ પણ સ્થિતિમાં ખતરનાક હોઇ શકે છે. હેલ્થ ગુરૂ સ્ટેફની ટેલરે જણાવ્યું કે મૂત્રાશય ફૂલ થતા યુરિન ના કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે.
યુરિનને રોકીને રાખવાથી અહીં થાય છે નુકસાન
તેમણે વિસ્તારપૂર્વક જાણકારી આપતા કહ્યું કે યુરિનને રોકીને રાખવાથી શરીરના પેલ્વિક ફ્લોરને નુકસાન થઇ શકે છે. ઘણી વખત યુરિન રોકવાના કારણે તમારા મૂત્રાશયના સ્નાયુઓ જરૂર પડતા સંકોચાવાની ક્ષમતા ગુમાવી શકે છે, જેનાથી તમે ઈચ્છીને પણ રિફ્રેશ નહીં થઇ શકો અને મૂત્રાશય સંપૂર્ણ રીતે ખાલી થશે નહીં. આમ કરવાથી તમને પેશાબ તો લાગશે પરંતુ મૂત્રાશય ખાલી થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત તો ગંભીર સ્થિતિમાં યુરિન આવવાના સંકેત મળશે. પરંતુ તમારા શરીરમાંથી પેશાબ ડિસ્ચાર્જ થવામાં મુશ્કેલી થશે.
UTI ઈન્ફેક્શનનુ જોખમ
નિષ્ણાંત મુજબ મૂત્રાશયનો એક ચતુર્થાશ ભાગ ભરાવાથી આ તમારા મગજને મેસેજ મોકલે છે, જેના પરથી ખબર પડે છે કે હવે આપણે પેશાબ જવુ જોઈએ. જો તમે તમારા યુરિનને વધુ સમય સુધી રોકી રાખશો તો હાનિકારક બેકટેરિયા ઉભા થઇ શકે છે, જે યુટીઆઈ ઈન્ફેક્શનનુ કારણ બની શકે છે. આ સ્થિતિમાં યુટીઆઈ વધુ પરેશાન કરી શકે છે અને યુરિન પાસે હોવાથી તમારે ઘણા દુ:ખાવાનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.