બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Hi this compulsion! Helpless rickshaw-pulling mother hugs baby, viral video will tear your heart

હાય આ મજબૂરી! / VIDEO: હૈયું ધ્રુજાવી નાંખે તેવો વીડિયો... બાળકને છાતીએ લગાવી રિક્ષા ચલાવતી જનેતાને જોઈ રડી પડશો

Pravin Joshi

Last Updated: 10:41 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે માતાથી મોટું કોઈ નથી. ઘણી વખત આવા વીડિયો પણ સામે આવે છે, જેમાં આ બાબત સ્પષ્ટપણે જોવા મળે છે. એક વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

  • મહિલાએ તેના નવજાત બાળકને હાથમાં લઈને રિક્ષા ચલાવી 
  • મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
  • વીડિયો વાયરલ થતાં જ લોકોએ આ માતાના કર્યા વખાણ


કહેવાય છે કે માતાથી મોટું કોઈ નથી. ઘણી વખત આવા વીડિયો પણ સામે આવે છે, જે ઘણી વખત લોકોને આશ્ચર્યમાં મુકી દેતા હોય છે. હાલમાં એક માતાનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મા તે મા તે વાક્ય એકદમ સાચું સાબિત થઈ રહ્યું છે. એક વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક મહિલા તેના નવજાત બાળકને હાથમાં લઈને રિક્ષા ચલાવી રહી છે. મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. મહિલાને આ રીતે જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે.

લોકોએ માતાને કરી સલામ

જો કે આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તે અંગે કોઈ માહિતી નથી. વીડિયોમાં મહિલા ઈ-રિક્ષા ચલાવતી જોઈ શકાય છે. તેના હાથમાં એક નાનું બાળક છે.મહિલાની રિક્ષામાં બેઠેલા લોકો પણ તેને અને તેના બાળકને જોઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ લોકોએ આ માતાને વંદન કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે આ દરમિયાન અનેક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા હતા. એક યુઝરે કહ્યું કે માતા ભગવાન કરતા પણ મહાન છે અને તેમની જગ્યા કોઈ લઈ શકે નહીં.

એક હાથે રિક્ષા ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે

ઘણા વપરાશકર્તાઓ આ વીડિયોથી ખૂબ ન હતા. તેમણે કહ્યું કે અમે આ મહિલાને સલામ કરીએ છીએ પરંતુ સવાલ એ થાય છે કે એક તરફ તે બાળકને જોખમમાં મૂકી રહી છે. તો બીજી તરફ તે એક હાથે રિક્ષા ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે. કોઈ સાવધાની નથી. અન્ય એક યુઝરે કહ્યું કે આવી મહિલાઓની મદદ કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ