બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Heavy rains in Saurashtra: Universal rains from Dwarka to Junagadh-Amreli, know what is forecast

જનજીવન પ્રભાવિત / સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ: દ્વારકાથી લઈને જૂનાગઢ-અમરેલી સુધી સાર્વત્રિક વરસાદ, જાણો શું છે આગાહી

Vishal Khamar

Last Updated: 08:46 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં  સૌરાષ્ટ્રનાં પોરબંદર, ભાવનગર, ખંભાળિયા, જૂનાગઢ સહિતનાં પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલવામાં આવ્યા છે.

  • પોરબંદરના ઘેડ પંથકમાં જામ્યો વરસાદી માહોલ
  • પોરબંદર-સોમનાથ હાઇવે પર કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ
  • ગોસા, ટુકડા, નવી બંદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ

પોરબંદરનાં ઘેડ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પોરબંદર-સોમનાથ હાઈવે પર કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ગોસા, ટુકડા, નવી બંદર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભાદર નદીનાં પાણી ઓસર્યા નથી ત્યાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

  શેત્રુંજી ડેમના 59 દરવાજામાંથી 20 દરવાજા 1 ફૂટ ખોલાયા
ભાવનગરની જીવાદોર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. શેત્રુંજી ડેમનાં 59 દરવાજામાંથી 20 દરવાજા 1 ફૂટ ખોલાયા હતા. પાલિતાણા અને તળાજા તાલુકાનાં ગામડાઓને એલર્ટ કરાયા હતા. 

દ્વારકા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
દ્વારકા જીલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. નાગેશ્વર જવાનાં રસ્તે ઘસમસતા પૂરને કારણે પુલ પર ગાબડું પડ્યું હતું. પુલ પર ગાબડું પડતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દ્વારકા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું.

4 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા
દ્વારકાનાં ખંભાળિયામાં અવિરત વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી મહાપ્રભુજી બેઠકમાં પાણી ઘુસ્યા હતા. વ્રજધામ સોસાયટી તરફ જવાનાં પુલ પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 2 કલાકમાં ખંભાળિયમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 2 કલાકમાં ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. 4 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. 
ભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરનાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પડવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાળવિબીડ રૂપાણી સર્કલ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 

ગિરનાર પર્વતના પગથિયાં પર પાણી ફરી વળ્યાં
જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વતનાં પગથિયા પર પાણી ફરી વળ્યા હતા. દાતાર રોડ પર આવેલા વાણદ ગિરનાર દરવાજા સોસાયટીમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ અને ભવનાથમાં ભારે વરસાદ પડતા શહેરનાં તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. 

અમરેલીના લાઠી પંથકમાં અવિરત વરસાદ
અમરેલીનાં લાઠી પંથકમાં અવિરત વરસાદ પડ્યો હતો. દુધાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડવાને કારણે લાઠી પંથકમાં પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે લુવારીયા, દુધાળા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમના કારણે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 4 દિવસમાંથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 2 દિવસ વરસાદનું વધુ જોર રહેશે, જે બાદ વરસાદનું જોર ઘટશે. બે દિવસ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 
આજે દ્વારકામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, પોરબંદર,  દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર કચ્છ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ