બ્રેકિંગ ન્યુઝ
VTV / HC warns Centre of contempt case if Delhi doesn't get oxygen, state says can't make it ego issue
Last Updated: 03:11 PM, 4 May 2021
ADVERTISEMENT
હાઈકોર્ટે જણાવ્યું કે જો મહારાષ્ટ્રમાં હાલના સમયે ઓક્સિજનનો ઉપયોગ ઓછો હોય તો ત્યાંના કેટલાક ટેન્કર્સને દિલ્હી મોકલી શકાય.
ADVERTISEMENT
દિલ્હીને તાત્કાલિક ધોરણે ઓક્સિજન પૂરો પાડો-હાઈકોર્ટ
દિલ્હીમાં પ્રવર્તી રહેલી ઓક્સિજનની તંગી પરની એક અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવું જણાવ્યું હતું. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું કે કેટલીક જગ્યાએ ઓક્સિજનને સ્ટોર કરી શકાય છે. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ દિલ્હીને 700 એમટી ઓક્સિજન આપવાનો આદેશ આપ્યો છે તેથી દિલ્હીને તેના હિસ્સાનો ઓક્સિજન મળવો જોઈએ.
ભારતમાં કોરોનાની બીજી લહેર જીવલેણ બની ચૂકી છે
ભારતમાં કોરોનાની બીજી લહેર જીવલેણ બની ચૂકી છે. છેલ્લા 14 દિવસમાં 185 ટકાથી વધારે મોત થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં દેશમાં રોજ 3400થી વધુ મોત થઈ રહ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા અહીં રોજ 787 મોત થઈ રહ્યા હતા. 7 દિવસના આંકડાના આધારે 14 દિવસના બદલાવની ગણતરી કરાય છે. જેનાથી સંક્રમણની સચોટ સ્થિતિનું અનુમાન કરી શકાય છે.
વૈજ્ઞાનિક અનુમાન પણ પડ્યા ખોટા
ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને વૈજ્ઞાનિક અનુમાનની સ્થિતિની પણ જાણકારી મળી રહી નથી. એપ્રિલના મધ્યમાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જૂનના પહેલા અઠવાડિયામાં રોજના અઢી હજારથી વધારે દર્દીના મોત થશે. જ્યારે 27 એપ્રિલના ભારતમાં રોજ આવતો મોતનો આંક 3000ને પાર કરી ચૂક્યો હતો.
82 ટકા સુધી વધ્યું સંક્રમણ
એક રિપોર્ટ અનુસાર ભારતમાં છેલાલ 14 દિવસમાં 82 ટકા સંક્રમણના નવા કેસ આવ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા ભારતમાં સરેરાશ 1,43,343 નવા દર્દી આવી રહ્યા છે. હવે રોજના 3,68,647 નવા દર્દીમાં સંક્રમણમાં જોવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.