હાર્દિક પંડ્યાએ પોસ્ટ કર્યો શર્ટલેસ ફોટો, ટ્વિટર યૂઝર્સે ઊડાવી મજાક

By : krupamehta 04:04 PM, 05 December 2018 | Updated : 04:04 PM, 05 December 2018
ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં ટ્વિટર પર એક શર્ટલેસ ફોટો પોસ્ટ કર્યો, ત્યારબાદ એ યૂઝર્સના મજેદાર જોક્સનો શિકાર બન્યો. પંડ્યાએ બોડી અને એબ્સ પણ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યો નહીં, એનાથી વિપરીત એ ખરાબ રીતે ટ્રોલ થયો. 

તમને યાદ હોય તો હાર્દિક પંડ્યાને એશિયા કપ દરમિયાન ઇજા પહોંચી હતી, ત્યારબાદથી એ ક્રિકેટના મેદાનથી દૂર છે. તાજેતરમાં પંડ્યાને ઇજામુક્ત જોવા મળ્યો અને નેટ્સ પર અભ્યાસ કરતો જોવા મળ્યો. એ જલ્દીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરશે. 

હાલ, ખાલી સમયમાં પંડ્યાએ પોતાના એન્ડોર્સમેન્ટ્સ પર ધ્યાન આપી રહ્યો છે. સાથે સાથે જ એ પોતાના ફોટોઝ પણ શેર કરવાનું ભૂલતો નથી. 
એને એક ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો અને કેપ્શન લખ્યું, મહેનત અને પરિશ્રમ. 

ત્યારબાદ  હાર્દિક પંડ્યાને કેવી રીતે ટ્રોલ કરવામાં આવ્યો. Recent Story

Popular Story