Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચોમાસું / વરસાદના અનેક રંગો : ક્યાંક મનમૂકીને વરસ્યો મેઘો, ક્યાંક બન્યો કારણ નારાજીનું

વરસાદના અનેક રંગો : ક્યાંક મનમૂકીને વરસ્યો મેઘો, ક્યાંક બન્યો કારણ નારાજીનું

રાજ્યમાં મેઘો મનમૂકીને વરસી ગયો અને હજુ વિરામ લેતાં લેતાં વરસી રહ્યો છે. વરસાદના કારણે છેલ્લાં ત્રણ દિવસથી આપણુ રાજ્ય જાણે બાનમાં લેવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. ક્યાંક આ વરસાદ આનંદનું બહાનું બન્યો  છે તો ક્યાંક વરસાદ નારાજીનું કારણ પણ બન્યો છે. એ જે હોય તે પરંતું  રાજ્ય પર વરસેલા વરસાદે અનેક રંગો દેખાડયા છે.

કોઈ જીવ જોખમમાં મૂકીને કોઈનો જીવ બચાવી રહ્યુ છે તો કોઈ જળપ્રલયની પરવા કર્યા વગર અડિખમ રહી પોતાની ફરજ નિભાવી રહ્યું છે. જોઈએ એક મેઘાએ સર્જેલા  માનવજીવનના અનેક રંગોનો આ અહેવાલ.  

NDRFની પ્રશંસનીય કામગીરી

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી મેઘો વરસી રહ્યો છે. આ વરસાદ જ્યાં કૃષિકારોને કાચા સોના જેવો  લાગી રહ્યો છે તો  કોઈ માટે જીવન-મરણ વચ્ચેની કટોકટી સર્જનારો પણ બન્યો છે. વરસાદના કારણે માનવજીવનાના અને અને માનવસ્વભાવના અનેક  રંગો જોવા મળી રહ્યા છે.  નોંધનીય છે કે, મોરબીમાં ભારે વરસાદ વચ્ચે NDRFની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. શહેરની કસ્તુરબા ગાંધી સ્કૂલની 43 વિદ્યાર્થીનીઓ પાણી વચ્ચે સ્કૂલમાં ફસાઈ ગઈ હતી. 

કોન્સ્ટેબલે બાળકીને ખભે બેસાડી બચાવી

પરંતુ કોન્સ્ટેબલ પૃથ્વીરાજાસિંહ જાડેજાએ જીવની પરવા કર્યા વગર બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડીને સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. એક કોન્સ્ટેબલના આ સાહસની  ચોમેરથી પ્રસંશા થઈ રહી છે. તો આવું જ એક ફરજનિષ્ઠાનું કામ સમગ્ર જોવા મળ્યું. 

અમદાવાદના ચાંગોદર નજીક કમર સુધીના પાણી ભરાયા

આ તરફ અમદાવાદના ચાંગોદર નજીક કમર સુધીના પાણી ભરાઈ જતા હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.પાંચ કિલોમીટર સુધી ટ્રાફીક જામ રહેતા વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચાંગોદર પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને કમર સુધી પાણી હોવા છતાં પોતાની ફરજ નિભાવી હતી અને ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.. 

 રાજ્યમાં  સાંબેલાધાર વરસેલા વરસાદે હજુ પણ પોતાનો પ્રભાવ અકબંધ રાખ્યો છે. સાબરકાંઠાની હાથમતી નદી બે કાંઠે છે|, નદીમાં પાણીની આવક વધતા 1300 ક્યુસેક પાણી વેસ્ટ વિઅરમાંથી છોડવાની ફરજ પડી છે. તંત્ર દ્રારા હાથમતી નદી તરફ ન જવા અલર્ટ કરાયા હતા. તો  આ તરફ જામનગરમાં આાજી 4 ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવાની ફરજ પડી હતી. 

બેટમાં ફેરવાયા ગામ

પરંતુ દરવાજા ખોલતા ડેમના પાણી ગામોમા ઘૂસ્યા છે જેના કારણે ચાર ગામો બેટમાં  ફેરવાયા છે. બાભંલા,જામસર,રણજિતપર ગામ બેટમાં ફેરવાયું છે.. લોકોનુ રેસ~યુ કરવા હેલીકોપ્ટરની મદદ લેવી પડી  હતી.  જોકે   નર્મદા તરફથી થોડા રાહતના સમાચાર મળ્યા છે. ભરુચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનુ સ્તર ઘટ્યું છે. હાલ નદીનુ સ્તર 25 ફૂટ પર પહોંચ્યું  છે. 

દર કલાકે નદીના સ્તરમાં અડધા ફૂટનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ આ તરફ રાજકોટના ન્યારાથી 20 ગામોને જોડતા પુલ પર પાણી ફરીવળ્યા છે. પુલ નજીકના ગ્રામ્ય પંથક બેટમાં ફેરવાઈ જતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. 

વરસાદના કારણે મહાનગરોની હાલત ઘણી કફોડી થઈ 

વરસાદી માહોલની વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો ડાયગ્નોસિસે સેન્ટરમાં પાણી ભરાયાં હતા. અહીં 3 થી 4 ફુટ પાણી ભરાયુ છે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. .એટલું જ નહીં હોસ્પિટલનો લાખોનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો  આ તરફ ભુજમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારો તેમજ  બસ સ્ટેશન નજીકના વિસ્તારમાં પાણી ભરતાં  વાહન વ્યવહારને અસર થઈ છે. 

તો આ તરફ જામનગરમાં જોડિયા ડેમ છલકાયો છે. ઉપરાવાસમાં ભારે વરસાદને પગલે જોડિયા ડેમમાં પાણીની આવક થઈ. તો ડેમી 3 ડેમ ઓવરફ્લો થતા માવનું ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં 6 ફૂટ સુધીના પાણી ઘુસી જતા તંત્ર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યુ. 

ગ્રામજનોને સ્થળાંતર કરાયું

ગ્રામજનોને સ્થળાંતર કરીને દુધઈ ગામે ખસેડાયા છે. તો ફલ્લા નજીક કંકાવટી ડેમના દરવાજા પણ ખોલવા પડયા છે. તો આ તરફ  લાતા હડિયાણા ગામે પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસતા .હડિયાના ગામનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. .  

સમગ્ર રાજ્યમાં મેઘો બે દિવસથી મહેમાન બન્યો છે. પહેલા મહેમાનની જેમ રાહ જોઈ રહેલા લોકો કહી રહ્યા છે. અતિથિ તુમ કબ જાઓગે. .પરંતુ લાગે છે મેઘો એમ વિદાય લેવાના મૂડમાં નથી. ત્યારે સાવધાની રાખવી એજ એક માત્ર માર્ગ છે.  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ