બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government announced helpline number for farmers
ADVERTISEMENT
રાજ્યના કોઇપણ ખેડૂતને કૃષિ, બાગાયત અને પશુપાલનને લઈને અને સરકારી યોજનાઓનો લઈને કોઈપણ પ્રશ્ન, સમસ્યા કે માર્ગદર્શનની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર 6359011294 અને 6359011295નો સંપર્ક કરીને યોગ્ય સહાય/માહિતી મેળવી શકે છે. ખેડૂતો સવારે 10:30થી સાંજે 6:00 સુધી કોલ કરી શકશે. ગુજરાતના કોઇપણ ખૂણેથી ફોન કરીને મદદ મેળવી શકશે.
દેશની વધુ પડતી વસ્તી ખેતી પર નિર્ભર છે. પરંતુ તમામની પાસે આ ખેતીને લઇને સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. જો કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાય તરીકે ખેતીને પસંદ કરે છે તો તેઓ પોતાના પૂર્વજો દ્વારા ઉપયોગમાં લેવાયેલી ટેકનિકને ફોલો કરે છે. આપણે ત્યાં ખેતી કરવા માટે એ જરૂરી નથી કે કોઈ વ્યક્તિ દ્વારા આના માટે કોઈ વિશેષ એજ્યુકેશન અથવા ટ્રેનિંગ લેવાઈ હોય. તે માત્રે તેને ફોલો કરે છે જે બાળપણથી જોતો આવ્યો હોય. પરંતુ આજકાલ ખેતીને વધુ આધુનિક બનાવવા માટે કેટલીક ટેકનિક ઉપલબ્ધ છે. આ ટેકનિકોને ખેડૂતો દ્વારા ઉપયોગમાં પણ લેવામાં આવી રહી છે. પરંતુ જ્યારે તેઓ ખેતી માટે આ નવી ટેકનિકનો ઉપયોગ કરે છે તો તેમને કેટલીક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. ખેડૂતો પોતાની સમસ્યાનું સમાધાન તાત્કાલિક એજ સમયે કરી શકે તે માટે રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
ADVERTISEMENT

ભારત સરકારે પણ કિસાન કોલ સેન્ટર બનાવ્યું છે જેમાં ખેડૂતો કોઈ પણ સમયે કોલ કરીને ફ્રીમાં પોતાની સમસ્યાનું સમાધાન કરી શકે છે. કિસાન કોલ ટોલ ફ્રી નંબર 1551 અથવા 1800-180-1551 પર કોલ કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.