Got EPF Account related problem here know simple steps how to file complaint online
કામની વાત /
તમને પણ થઈ રહી છે PF એકાઉન્ટને લઈને તકલીફ, આ છે ફરિયાદ કરવાની સરળ પ્રોસેસ
Team VTV02:28 PM, 08 Dec 19
| Updated: 02:32 PM, 08 Dec 19
EPFOની વેબસાઈટ EPF Grievance Management System છે. જ્યાં EPF ધારક પોતાની ફરિયાદ કરી શકે છે. EPF કાઢવાથી લઈને ખાતાના ટ્રાન્સફર, કેવાયસીની સાથે જોડાયેલી ફરિયાદોને આ વેબસાઈટની મદદથી નોંધાવી શકાય છે.
EPF એકાઉન્ટની આ રીતે નોંધાવો ફરિયાદ
ફરિયાદ માટે જરૂરી રહેશે આ નંબર
ફરિયાદ નોંધાવવા માટે આ સ્ટેપ્સને કરો ફોલો
કોણ કોણ કરી શકે છે ઉપયોગ?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં કર્મચારીના માસિક વેતનમાંથી કેટલોક ભાગ કાપી લેવામાં આવે છે. જે કર્મચારીને રિટાયરમેન્ટને સમયે એક સરળ જીવન જીવવામાં મદદ કરે છે. ઈપીએફઓની વેબસાઈટ પર વ્યક્તિ પોતાની ફરિયાદ કરી શકે છે. આ પોર્ટલને EPF ખાતાધારક, EPF પેંશનર અને કંપનીઓ ઉપયોગમાં લઈ શકે છે.
ફરિયાદ માટે જરૂરી રહેશે આ નંબર
ફરિયાદ કરવા માટે તમારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સંભાળીને રાખવાનો રહેશે. યૂએએન, પેંશન પેમેન્ટ નંબર કે કંપનીનો ઇસ્ટૈબલિશમેન્ટ નંબર નહીં હોય તો પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. તમે એક જ યૂએએનની સાથે જોડાયેલા અનેક પીએફ નંબર સાથે ફરિયાદ કરી શકો છો. જો તમે ઈપીએસ પેંશનર છો તો પીપીઓ નંબર પણ આપવો જરૂરી છે.
EPF એકાઉન્ટની ફરિયાદ નોંધાવવા માટે આ સ્ટેપ્સને કરો ફોલો
સૌ પહેલાં http://www.epfigms.gov.in/ પર જાઓ.
ફરિયાદ નોંધાવવા માટે રજિસ્ટર ગ્રીવાંસ પર ક્લિક કરો.
તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર નવું વેબપેજ ખુલશે. જેના સ્ટેટસને પસંદ કરો અને તેમાં ફરિયાદ નોંધાવો.
સ્ટેટસનો અર્થ પીએફ મેમ્બર, ઈપીએસ પેંશનર, એમ્પ્લોઈ કે અન્ય છે. યાદ રાખો તમે અન્યનો ઓપ્શન ત્યારે જ પસંદ કરો જ્યારે તમારી પાસે યૂએએન/પીપીઓ નંબર ન હોય.
પીએફ એકાઉન્ટ સંબંધી ફરિયાદને માટે પીએફ મેમ્બરની રીતે સ્ટેટસ પસંદ કરો. તમને તમારો યૂએએન અને સિક્યોરિટી કોડ માંગવામાં આવશે.
યોગ્ય યૂએએન અને સિક્યોરિટી કોડ નોંધી લીધા બાદ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો. યૂએએનની સાથેની પર્સનલ ડિટેલ્સ તમારા સ્ક્રીન પર દેખાશે.
ત્યારબાદ મોબાઈલ પર આવેલો ઓટીપી એડ કરો.
ઓટીપી એન્ટર કર્યા બાદ તમારી પાસે વેરિફાઈ કરવા માટે તમારી પર્સનલ ડિટેલ્સ માંગવામાં આવશે.
પર્સનલ ડિટેલ્સ ભરી દીધા બાદ તે પીએફ નંબર પર ક્લિક કરો જેને માટે તમારે ફરિયાદ કરવાની છે.
તમારી સ્ક્રીન પર એક પોપ-અપ દેખાશે. આ રેડિયો બટનને પસંદ કરો જેની સાથે તમારી ફરિયાદ જોડાયેલી છે.
ગ્રીવાંસ કેટેગરી સિલેક્ટ કરો અને તમારી ફરિયાદને લખો. તેના પક્ષમાં કોઈ સબૂત હોય તો તેને અપલોડ પણ કરો.
ફરિયાદ લખી લો ત્યારે એડ બટન પર ક્લિક કરો
સબમિટ પર ક્લિક કરો.
હવે તમારી ફરિયાદ પહોંચી ચૂકી છે અને તમારા રજિસ્ટ્રડ્ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર કમ્પલેન રજિસ્ટ્રેશન નંબર મોકલવામાં આવશે. તમારો કમ્પલેન નંબર સંભાળીને રાખો.