નવી દિલ્હી: બાળકોથી લઇને વૃદ્ધોની પસંદની મેગી હવે થોડા ફેરફાર કરવા જઇ રહી છે. નેસ્લેએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં મેગીને વધારે સ્વાસ્થ્યમંદ બનાવવાનો નિર્ણય લીધો છે. સ્વિસ ફૂડ કંપની નેસ્લે કહ્યું કે એ આવાનારા 12 થી 18 મહિનાની અંદર મેગીમાં સાલ્ટ કન્ટેટને 10 ટકા ઓછો કરી દીધો છે.
સાલ્ટ કન્ટેટને લઇને કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં મેગીમાં એની માત્રાને 33 ટકા ઓછો કર્યો છે. ઇન્સ્ટેટ નૂડલ મેગી કંપનીની સૌથી મહત્વની બ્રાંડ છે. કંપનીએ ભારતના પોર્ટફોલિયોના ગ્રોથમાં એની 35 ટકા ભાગીદારી રહી છે.
આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયાનું ફોકસ હવે હાયપર લોકલ મોડલના આધાર પર માર્કેટિંગ અને વિતરણ કરવા પર છે. કંપનીનું માનવું છે કે એનાથી એમની કંપનીનો ગ્રોથ વધારે તેજીથી થશે. પોતાની આ રણનીતિને જમીન પર ઉતારવા માટે નેસ્લે પૂરા દેશને 15 ભાગમાં વહેંચી દીધો છે. એને સ્થાનિક ગ્રાહકોની રૂચિને ધ્યાનમાં રાખીને વહેંચવામાં આવે છે. આ પહેલા કંપનીએ ગત વર્ષ સાલ્ટ કન્ટેન્ટની માત્રા ઓછું કરીને એમા આયરન વધારવાનું હતું.