બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 03:14 PM, 17 August 2022
ADVERTISEMENT
સોના ચાંદીની કિંમતોમાં વધારો
ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતો વધવાને કારણે બુધવારે સવારે ભારતીય વાયદા બજારમાં પણ સોના અને ચાંદીનાં ભાવ વધી ગયા છે અને સોનું એકવાર ફરી 52 હજારની કિંમતને આંબવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
મલ્ટી કમોડીટી એક્સચેંજ પર આજે સવારે 24 કેરેટ સોનાનો વાયદા ભાવ 60 રૂપિયા વધીને 51,897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આઅ પહેલા સોનામાં કારોબારની શરૂઆત 51,843 રૂપિયાથી થઈ હતી, પરતું માંગણી વધવાથી જલ્દી જ કિંમત 51,900 રૂપિયા નજીક પહોંચી ગઈ છે. સોનુ અત્યારે પોતાનાં ગયા બંધ ભાવ કરતા 0.12 ટકાનાં વધારા પર કારોબાર કરી રહ્યું છે.
ચાંદીમાં પણ જોવા મળ્યો ઉછાળો
આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. એમસીએકસ પર ચાંદીનો વાયદા ભાવ 165 રૂપિયાનાં ઉછાળા સાથે 57,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીમાં કારોબારની શરૂઆત 55,776 પર થઈ હતી, પરંતુ માંગ વધવાને કારણે ભાવ 57,800ને પાર પહોંચી ગયો છે. ચાંદી અત્યારે પોતાનાં ગયા બંધ ભાવ કરતા 0.29 ટકાનાં વધારા સાથે કારોબાર કરી રહી છે.
ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતોમાં ઉછાળો
સોના અને ચાંદીની કિંમતોમાં આજે ગ્લોબલ માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે તથા અમેરિકી બજારમાં સોનાનો હાજર ભાવ 1,1778.78 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે, જે ગયા બંધ ભાવ કરતા 0.17 ટકા વધારે છે. આ જ પ્રમાણે, ચાંદીનો હાજર ભાવ પણ ગયા બંધ ભાવ કરતા 0.29 ટકા વધીને 20.19 ડોલર પ્રતિ ઓંસ પહોંચી ગયો છે. સોના તથા ચાંદીની કિંમતોમાં એક દિવસ પહેલા જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સોનાં ભાવમાં 573 રૂપિયાનો ઘટાડો તથા ચાંદીમાં 1,300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
હવે કેવી રહેશે સ્થિતિ?
કમોડીટી એક્સપર્ટ અનુજ જૈનનું કહેવું છે કે સોના અને ચાંદીની કિંમતોમાં એક વાર ફરી વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં થઈ રહેલા બદલાવની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. એક મહિના પહેલા સુધી 50 હજારની આસપાસ રહેલા સોનાની કિંમત હવે 52 હજાર સુધી પહોંચી જવા પર છે. ડોલરમાં જેમ જેમ ઘટાડો જોવા મળશે, તેમ તેમ સોના ચાંદીનાં ભાવ વધશે. આ વર્ષનાં અંત સુધી અનુમાન છે કે સોનુ 55 હજારનાં સ્તર પર પહોંચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.