2 ગ્રામથી વધારે સોનું ખરીદવા જઇ રહ્યા છો તો પહેલા જાણી લો આ બાબત

By : krupamehta 03:22 PM, 29 January 2019 | Updated : 03:22 PM, 29 January 2019
ગ્રાહક મામલાના મંત્રાલયે સોનાની જ્વેલરીના હોલમાર્કિંગ કરવા માટે નિયમોનો ડ્રાફ્ટ જારી કર્યો છે. એમાં બે ગ્રામથી ઉપરના આભૂષણો પર હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટે કહ્યું છે. એના દાયરામાંથી બુલિયન અને સિક્કાને બહાર રાખવામાં આવ્યા છે. 

અત્યાર સુધી દેશમાં સ્વર્ણ આભૂષણોમાં સોનાની ગુણવત્તાને લઇને કોઇ ડ્રાફ્ટ નથી. એવામાં અજાણ ગ્રાહકોને ઘણી તકોમાં 22 કેરેટની જગ્યાએ 21 અથવા અન્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્ત માનકોથી ઓછા કેરેટનું સોનું વેચી દેવામાં આવે છે, જ્યારે ભાવ સારા ગુણવત્તા વાળા સોનાના વસૂલ કરવામાં આવે છે. એવામાં ગુણવત્તાને લઇને મંત્રાલય દ્વારા ડ્રાફ્ટમાં પ્રસ્તાવિત નિયમ ગ્રાહકો માટે મહત્વના હશે. 

ડ્રાફ્ટના નિયમોમા કહેવામાં આવ્યું છે કે બીઆઇએસ આ વ્યવસ્થાને લાગૂ કરાવનાર અધિકૃતતા હશે. સાથે જ હોલમાર્કિંગ કેન્દ્ર સ્થાપિત કરવા સંબંધી પ્રમાણપત્ર પણ બીઆઇએસ દ્વારા આપવામાં આવશે. મંત્રાલય અથવા રાજ્ય દ્વારા સંયુક્ત સચિવ સ્તરના અધિકારી જ વ્યવસ્થાને લાગૂ કરાવવામાં જવાબદાર હશે. 

મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો પર વિભિન્ન ભાગીદારોથી મંતવ્ય માંગ્યા છે. તમામના સૂચના મળ્યા બાદ નિયમોને લાગૂ કરવાની તૈયારી કરવામાં આવશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રાલયે વિશ્વ વેપાર સંગઠનને ફરજીયાત હોલમાર્કિંગનો પ્રસ્તાવ મોકલ્યો હતો. 

સાથે જ કેન્દ્રીય મંત્રાલયો સહિત તમામ ભાગીદારી સાથે ફેબ્રુઆરીમાં બેઠક બોલાઇ છે. દેશમાં હાલ 750 હોલમાર્કિંગ કેન્દ્ર છે. જેની સંખ્યા વધારવા પર પણ મંત્રાલય પોતાના વિભાગો સાથે ચર્ચા કરી રહ્યું છે. 

કેન્દ્રીય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે 14,18 અને 22 કેરેટ સોનાના આભૂષણોની ગુણવત્તાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. જ્યારે અંદરની ગુણવત્તા એટલે કે 15,16,17 અથવા 19 કેરેટ પર આભૂષણ માન્ય થશે નહીં. ડ્રાફ્ટના નિયમોનું પાલન નહીં કરનાર વિરુદ્ધ દંડની જોગવાઇ પણ સામેલ કરવામાં આવી છે. 

હાલના સંશોધિત નિયમો હેઠળ નોંધણી કરાવવા પર સ્વર્ણકારોને આવતા પાંચ વર્ષ માટે એક પ્રમાણપત્ર પૂરું પાડવાની જોગવાઇ છે. જેના માટે 2000 રૂપિયાની ફી ચુકવવી પડે છે. આ ઉપરાંત દરેક નોંધણીકર્તા સ્વર્ણકારને તમામ હોલમાર્કિંગ આભૂષણનો રેકોર્ડ રાખવો પડશે. 
 
હોલમાર્કિંગ સાચું ના હોવાની સ્થિતિમાં એમને પહેલા તબક્કામાં નોટિસ મોકલવામાં આવશે. હાલના નિયમોમાં હોલમાર્કિંગ કેન્દ્ર ખોલવા માટે સ્વર્ણકારોને 10,000 રૂપિયાની ફી આપવી પડશે. આ કેન્દ્ર દરેક આભૂષણ પર 35 રૂપિયા ફી લે છે. Recent Story

Popular Story