બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / go first has been directed to stop booking and sale of tickets directly

તાકીદ / Go First એરલાઈન્સ નહી કરી શકે હવાઈ બુકિંગ, ટિકિટનું વેચાણ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ

Kishor

Last Updated: 07:36 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DGCA એ એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ સલામત, નિયમિત અને વિશ્વસનીયતામાં નિષ્ફળતા બદલ go first ને નોટિસ જારી કરી છે.

  • DGCA સંસ્થા દ્વારા GoFirstને નોટીસ
  • GoFirstને તાત્કાલિક અસરથી ટિકિટ બુક બંધ કરવા આદેશ
  • 15 દિવસમાં જવાબ આપવા માટે તાકિદ

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA સંસ્થા દ્વારા GoFirstને તાત્કાલિક અસરથી ટિકિટ બુક બંધ કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે DGCA એ એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ સલામત, નિયમિત અને વિશ્વસનીય રીતે ઉડાન ભરવામાં નિષ્ફળતા જણાતા GoFirstને નોટીસ મોકલી આ અંગે 15 દિવસમાં જવાબ આપવા માટે તાકિદ કરવામાં આવી આવી છે. 

ગો ફર્સ્ટની ફ્લાઈટમાં પ્રવાસી એર હોસ્ટેસ પર મોહી પડ્યો, કરવા લાગ્યો અશ્લીલ  ઈશારા, મચ્યો હોબાળો | Passenger in Go first flight falls in love with air  hostess, starts making ...

કારણ બતાવતી નોટિસ ફટકારી
GoFirst દ્વારા સમયાંતરે એકાએક ફ્લાઇટ રદ કરવા રહિત  નિર્ણયને પગલે DGCA એ GoFirstને એરપ્રોફ્ટ નિયમો 1937 હેઠળ કારણ બતાવતી નોટિસ ફટકારી છે.આ એરલાઇન્સ વિશ્વસનીય સેવા આપવામા નિષ્ફળ નીવડી હોવાનો DGCA દ્વારા દાવો કરાયો છે. જેને પગલે આ નોટિસના 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા તાકીદ કરાઈ  છે અને આ GoFirst ના આ જવાબ પર એર ઓપરેટર્સ સર્ટિફિકેટ ચાલુ રાખવા મામલે નિર્ણય કરવામાં આવશે. આથી હાલ પૂરતું એર ટિકિટ બુક કરવાનું બંધ કરવા આદેશ જારી કરાયો છે.

GoFirst Airways હાલ નાણાકીય કટોકટીમાં

મહત્વનું છે કે GoFirst Airways હાલ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. આ મામલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલને વિનંતી કરી છે કે તે તેને નાદાર જાહેર કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલો નિર્ણય આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ