બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 19 February 2022
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે. આ ગ્રહોનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળે છે. મંગળ ગ્રહી રાશિના જાતક ખૂબ ઉર્જીવાન, ઉત્સાહી, આત્મવિશ્વાસી. જીદ્દી અને ગુસ્સાવાળા હોય છે. ત્યાં જ શનિની રાશિના લોકો મહેનતી, ઈમાનદાર, ધૈર્યવાન અને શાંત સ્વભાવના હોય છે. જ્યોતિષ અનુસાર અમુક રાશિઓથી સંબંધિત યુવતીઓ ગુસ્સાવાળા સ્વભાવની હોય છે.
મેષ
મેષ રાશિ પર મંગળનો પ્રભાવ રહે છે. આજ કારણ છે કે આ રાશિની યુવતીઓ ગુસ્સાવાળી હોય છે. આ રાશિની યુવતીઓને કોઈ વાત તરત ખોટી લાગી જાય છે. તેમનો ગુસ્સો કોઈ જ્વાળામુખીથી કમ નથી હોતો. ગુસ્સામાં આવવા પર તે સામે વાળાને ખરી ખોટી સંભળાવે છે. તેમનો ગુસ્સો શાંત કરવો સામાન્ય વ્યક્તિના બસની વાત નથી.
ADVERTISEMENT
વૃષભ
વૃષભ રાશિની યુવતીઓનો ગિસ્સો ખૂબ તેજ હોય છે. ગુસ્સામાં આવવા પર તે દરેક હદો પાર કરી દે છે. ગુસ્સામાં તે પોતાનું નિયંત્રણ પણ ગુમાવી દે છે. આ સમયે તે કંઈક એવી વાતો કહી દે છે જેનાથી રિલેશનમાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ રાશિની યુવતીઓનો ગુસ્સો જલ્દી શાંત નથી થતો. આ સમયે યોગ્ય એજ રહેશે કે તેમની સાથે આર્ગ્યુમેન્ટ ન કરો.
સિંહ
સિંહ રાશિની યુવતીઓ ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવની હોય છે. આ પોતાના ક્રોધ પર નિયંત્રણ નથી રાખી શકતી. સાથે જ ગુસ્સામાં આવીને ઘણુ બધુ એવું કહી દે છે જેનાથી સામેના લોકોને પછતાવો થવા લાગે છે. જોકે આ બધુ કહ્યા બાદ તેમને ગીલ્ટ પણ થાય છે. આ રાશિની યુવતીઓ ખૂબ જ સ્વાભિમાની હોય છે. મોટાભાગે તે બીજાની વાતોને સ્વાભિમાન પર લઈ લે છે. જેના કારણે તે ખૂબ ક્રોધિત થઈ જાય છે.
વૃશ્ચિક
સામાન્ય રીતે વૃશ્ચિક રાશિની યુવતીઓને જલ્દી ગુસ્સો નથી આવતો. પરંતુ જ્યારે તેમને એક વખત ગુસ્સો આવે છે તે કોઈને એક વાત પણ નથી સાંભળતી. આ રાશિની યુવતીઓ ગુસ્સામાં આવીને કોઈ પણ હદ પાર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.