બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / giloy can damage your liver

ના હોય! / ઇમ્યૂનીટિ વધારવા આડેધડ આયુર્વેદિક નુસ્ખા અપનાવતા નહી, આ અંગ ખરાબ થઇ જશે

Anita Patani

Last Updated: 05:14 PM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ-19થી સામે રક્ષણ માટે લેવામાં આવતી ઘણી ઔષધિઓ અને પરંપરાગત દવાઓ શરીરને ગંભીર નુકસાન પહોંચાડતા હોવાના દાવા સામે આવ્યા છે.

  • ભારતમાં લાંબા સમયથી થાય છે ગિલોયનો ઉપયોગ
  • ગિલોયથી થાય છે લિવર સંબંધિત ગંભીર ઇજા 
  • ગિલોયમાં હોય છે કેલ્શ્યમ, પ્રોટીના અને ફૉસ્ફોરસ

ગત વર્ષે સેપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના વચ્ચે મુંબઈમમાં ઔષધિઓના કારણે લીવર ડેમેજ થવાના લગભગ 6 કેસ સામે આવ્યા હતા. તેમાંથી મોટાભાગના દર્દીઓમાં જૉન્ડિસ (કમળો) અને લીથર્જી (વધાર પડતી આળસ અને થાક) જેવી સમસ્યા જોવા મળી છે. તેમાંની એક ઔષધિ ગિલોય પણ છે. 

ભારતમાં લાંબા સમયથી થાય છે ગિલોયનો ઉપયોગ
એક અહેવાલ અનુસાર, ડૉકટર્સ દ્વારા કરવામાં આવેલી આ દર્દીઓની મેડિકલ હિસ્ટરીની તપાસ બાદ સામે આવ્યું છે કે, આ બધા જ દર્દીઓ ટિનોસ્પોરા કોર્ડિફોલીયા પીડાતા હતા, જેને સામાન્ય ભાષામાં ગિલોય કહેવાય છે. ભારતમાં ગિલોયનો આરોગ્ય સંબંધિત લાભ પ્રાપ્ત કરવા માટે લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે. ડૉ. નાગરલે જણાવ્યું છે કે, તેમણે બાયોપ્સીના માધ્યમથી ગિલોયના કારણે થતી ઘાતક ઇજાની જાણકારી મેળવી હતી. જોકે કોરોના કાળમાં ઘણી વખત હેલ્થ એક્સપર્ટસ દ્વારા ઇમ્યુનિટી માટે ગિલોયને વધુ સારી દવા સાબિત કરવામાં આવી હતી. 

ગિલોયથી થાય છે લિવર સંબંધિત ગંભીર ઇજા 
લિવર ટ્રાંસપ્લાંટ સર્જન ડૉક્ટર AS સોઇને જણાવ્યું છે કે, તે ગિલોયથી લિવર ડેમેજ થવાના હજી સુધી 5 કેસ જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં લિવર ડેમેજ થવાથી તેમના એક દર્દીની મૃત્યુ પણ થયુ હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીના સમયમાં લોકો ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે કોઈ ઓકસાઈડના સ્વરૂપમાં ગિલોયનો ઉપયોગ કરી રહ્યા હતા. તેથી ઘણા લોકો લિવર ટૉક્સિટી જેવી ગંભીર ઇજાથી પીડાય છે. તેમણે જણાવ્યું કે, ગિલોયનો ઉપયોગ બંધ કર્યા બાદ દર્દીઓ થોડા જ મહિનામાં રિકવર થવા લાગ્યા. 

ગિલોયના પાંદડામાં હોય છે કેલ્શ્યમ, પ્રોટીના અને ફૉસ્ફોરસ
આયુષ મંત્રાલયે દાવો કર્યો છે કે, ગિલોય SARS Cov-2ના કારણે થતી કોવિડ-19ની બીમારીના વિરુદ્ધ ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકે છે. ગિલોયના પાંદડામાં   કેલ્શ્યમ, પ્રોટીન, ફૉસ્ફોરસ પૂરતા પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમ સ્ટાર્ચ પણ પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ ગિલોયના ઘણા લાભ જણાવવામાં આવ્યા છે. આયુર્વેદના અનુસાર,ગિલોય ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે જ ઘણા ગંભીર રોગો સામે રક્ષણ આપવા માટે કારગર છે.         

વિવિધ રીતે કરી શકાય છે ગિલોયના પાંદડાનું સેવન 
નિષ્ણાંતો અનુસાર, ગિલોયના પાંદડા કોઈ પણ જીવલેણ રોગ માટે એક ઉત્તમ સારવાર છે. મેટાબૉલિઝમ, તાવ, ખાંસી, શરદી, ગૈસ્ટ્રોઈંટસ્ટાઇનલ સમસ્યાના સિવાય પણ ગિલોયના પાંદડા ઘણા જીવલેણ રોગો સામે રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે. સમાન્ય રીતે લોકો ઉકાળેલો પાણી, જ્યુસ, ઉકાળો, ચા અથવા કોફીના સ્વરૂપમાં તેનો ઉપયોગ કરે છે. કમળાના દર્દીઓ માટે પણ ગીલોયના પાંદડાને લાભદાયક માનવામાં આવે છે. કેટલાક લોકો તેણે ચૂરણના સ્વરૂપમાં ખાય છે, તો કેટલાક તેના પાંદડાનો પાણી ઉકાળીને પીવે છે. તેણે ગિલોયના પાંદડાને ગ્રાઇન્ડ કરીને મધ સાથે ભેળવીને પણ તેનું સેવન કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Giloy Giloy uses ઇમ્યૂનીટિ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ