બ્રેકિંગ ન્યુઝ
VTV / Gehlot government will take action on Tina Dabi: 'Wrong', said in case of breaking houses of displaced Hindus
Priyakant
Last Updated: 08:44 AM, 19 May 2023
ADVERTISEMENT
રાજસ્થાનનાં જૈસલમેરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓનાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવા બાદ ચર્ચા આવેલ જૈસલમેર જીલ્લા મેજીસ્ટ્રેટ IAS ટીના ડાબીને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે ગેહલોત સરકાર આ મામલે ટીના ડાબી સામે કાર્યવાહી કરી શકે છે. ગેહલોત સરકારના મંત્રીએ કહ્યું કે, અધિકારીઓ એ જે કર્યું તે ખોટું હતું, તેમણે જવાબ આપવો પડશે.
શું કહ્યું રાજસ્થાન સરકારના મંત્રીએ ?
રાજસ્થાનના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે કહ્યું કે, અમે તેમની સામે કાર્યવાહી કરીશું. જેસલમેર ખાતે ખાલી પડેલ જમીન પર પાકિસ્તાની હિન્દુ પ્રવાસી રહે છે. રાજસ્થાન સરકાર તેમણે દરસ્તાવેજો આપી રહી છે. રાજસ્થાન સરકારના કાયદા મુજબ તમે કોઈને તેમની પુનર્વસન કર્યા વિના બહાર કાઢી શકતા નથી. આ ખુબ જ ગંભીર બાબત છે, તેઓએ તેનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
#WATCH | Rajasthan Minister Pratap Khachariyawas says, "What the officials did is wrong, they will have to answer. We will take action against them. Pakistani Hindu migrants are living in Jaisalmer on empty plot of land. Rajasthan Govt is giving them documents...As per the law of… https://t.co/pTQY2ak9pW pic.twitter.com/hmAnT2WIOQ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 18, 2023
રાજસ્થાનનાં જૈસલમેરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓનાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવા મામલે ચર્ચામાં આવેલ જૈસલમેર જીલ્લા મેજીસ્ટ્રેટ આઈએએસ ટીના ડાબીએ બુધવારે શરણાર્થીઓ માટે ખાવા-પીવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. ઓછામાં ઓછા 50 પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તેઓને પીવાનું પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે. તેમણે આ કાર્યવાહી અંગે એમ પણ કહ્યું હતું કે, અમર સાગર તળાવ વિસ્તારના કેચમેન્ટ એરિયામાં અતિક્રમણની મંજૂરી આપી શકાય નહીં.
મહત્વનું છે કે, ગઈકાલે IAS ડીએમટીના ડાબીએ આ બાબતે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પાકિસ્તાની હિન્દુ વિસ્થાપિતોએ પ્રાઇમ લેન્ડ અને કેચમેન્ટ એરિયા તેમજ ફાળવણીની જમીન પર કબજો જમાવ્યો હતો. ત્યારે તેઓને હટાવવા માટે ગત એપ્રિલ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. તે લોકોને પણ સમજાવવામાં આવ્યા. પરંતુ તેઓએ કોઈ વાત માની ન હતી. જેના કારણે ફરીથી કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીએમ ટીના ડાબીનાં જણાવ્યા અનુસાર, કાર્યવાહિમાં જે લોકો બેઘર થયા છે. તેઓના પુનઃવસન માટે જીલ્લા પ્રશાસન દ્વારા ઘણા પગલા ભરવામાં આવ્યા છે. પાકિસ્તાન વિસ્થાપિતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે જીલ્લા પ્રશાન, યુઆઈટી તેમજ પાકિસ્તાની વિસ્થાપિતોનાં પ્રતિનિધિઓની સર્વે માટે ટીમ બનાવવામાં આવશે.
કિમતી જમીન પર ગેરકાયદેસર વસવાટ
ધાર્મિક કટ્ટરતાથી કંટાળીને હિંદુ પરિવાર પાકિસ્તાનથી રાજસ્થાનનાં જૈસલમેર આવ્યો હતો. ત્યારે જીલ્લા મુખ્યાલયથી ચાર કિલોમીટર દૂર અમર સાગર પાસે કેચમેન્ટ એરિયામાં આ પરિવારોએ કાચા મકાન બનાવી ત્યાં સ્થાયી થયા હતા. ડીએમ ટીના ડાબીએ વારંવાર અમર સાગરનાં સરપંચ અને અન્ય લોકોની ફરિયાદ મળી રહી હતી કે ભુ-માફિયા દ્વારા હિન્દુ વિસ્થાપિતોને અમર સાગર ક્ષેત્રનાં સર્વે નં. 31, 32, 32 અને 245 પર મોટી સંખ્યામાં સ્થાયી થયા છે.
કેચમેન્ટનો આ વિસ્તાર પ્રાઇમ લોકેશન હોવાથી અને તેની કિંમત પણ ઘણી વધારે હોવાથી અહીં ગેરકાયદેસર રહેતા હોવાથી ડીએમ ટીના ડાબીએ નોટિસ જારી કરીને વિસ્થાપિત થયેલા લોકોને આ સ્થળ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ડીએમનાં આદેશનું પાલન શરણાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો ન હતો. ત્યારે અર્બન ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ દ્વારા પ્રશાનસ અને પોલીસની મદદથી ડીએમનાં આદેશ પર કાચા ગેરકાયદેસર દબાણને હટાવી દીધું હતું. શરણાર્થીઓનાં મકાનોને જમીન દોસ્ત કરી સમગ્રે જગ્યાને દબાણ મુક્ત કરી હતી.
વિસ્થાપિત હિંદુઓ સાથે અમને કોઈ સમસ્યા નથી: સરપંચ પ્રતિનિધિ મેઘરાજ
અમરસાગર સરપંચના પ્રતિનિધિ મેઘરાજ પરિહારે જણાવ્યું કે અમરસાગર ગ્રામ પંચાયતની અમૂલ્ય જમીન અને તળાવના કેચમેન્ટ એરિયા પર પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકોએ મોટા પાયે દબાણ કર્યું છે. તેમાંથી 100 પરિવારોએ છેલ્લા દિવસોમાં એકસાથે મહત્વની જમીનનો કબજો કરી લીધો હતો. આની પાછળ જમીન માફિયાઓનો હાથ પણ હોઈ શકે છે. જેથી યુઆઈટીને તેમને દૂર કરવાની ફરજ પડી હતી. જો કે અમરસાગર વિસ્તારમાં અગાઉ પણ ઘણા પાકિસ્તાની વિસ્થાપિત લોકો રહે છે. પરંતુ અમને તેમની સાથે કોઈ સમસ્યા નહોતી. જેઓને દૂર કરવામાં આવ્યા છે તેઓ કેચમેન્ટ એરિયામાં સ્થાયી થયા હતા.
હિંદુમાંથી મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા હતા
એક પીડિત કુર્બાન રામે જણાવ્યું કે તે પાકિસ્તાનના સખાર જિલ્લામાં રહેતો હતો. ત્યાં તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ છે. હિન્દુઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા છે. જીલ્લા કલેકટર ટીના ડાબીએ અમારા ભીલ સમાજ પ્રત્યે દયા બતાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આથી જિલ્લા કલેકટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.