બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / gautam adani takes long leap in list of rich reaches this rank again

કારોબારમાં સુધારો / ગૌતમ અદાણીની સંપત્તિ પાછી ઉપડી ઉપર, અમીરોની યાદીમાં રોકેટ સ્પીડથી કૂદકો, હવે આટલામાં ક્રમે પહોચ્યાં

Hiralal

Last Updated: 03:17 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્ડનબર્ગ બાદ ધરાશાયી થયેલા ગૌતમ અદાણીની સ્થિતિમાં છેલ્લા 10 દિવસમાં ઘણો સુધારો થયો છે અને તેઓ અમીરોની યાદીમાં 35માંથી સીધા 22મા ક્રમે આવ્યાં છે.

  • ગૌતમ અદાણીની સ્થિતિ સુધરી
  • અમીરોની યાદીમાં લગાવી મોટી છલાંગ
  • 35માંથી સીધા 22માં ક્રમે આવ્યાં
  • જૂથ કંપનીઓના શેરમાં સતત છઠ્ઠા દિવસે વધારો 

છેલ્લા 10 દિવસમાં ગૌતમ અદાણીની સ્થિતિમાં સુધારો આવ્યો છે. હિન્ડનબર્ગ કંપનીના રિપોર્ટ બાદ 4થા નંબરના અમીર ક્રમેથી સીધા 35મા ક્રમે ધકેલાઈ ગયેલા ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં અમીરોની યાદીમાં ઉપર આવ્યાં છે. ગૌતમ અદાણીને અમીરોની યાદીમાં 22મું સ્થાન મળ્યું છે જે સુધારાનો સંકેત છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટોપ-10 અમીરોની યાદીમાં પાછા આવી શકે છે. 

અમીરોની યાદીમાં ગૌતમ અદાણીનો 15 ક્રમનો ઊછાળો
છેલ્લા 10 દિવસમાં ગૌતમ અદાણી દુનિયાના અમિરોની યાદીમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી 54 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં હવે 22મા ક્રમે પહોંચી ગયા છે. તાજેતરમાં અદાણી જૂથની કંપનીઓમાં આવેલા પોઝિટિવ સમાચારોથી ગ્રૂપના શૅરોમાં ઘણો ઊછાળો આવ્યો હતો. અદાણી ગ્રૂપના શૅરોમાં આવેલા ઊછાળા પહેલાં તેઓ અમીરોની યાદીમાં 37મા ક્રમ સુધી નીચે ઉતરી ગયા હતા.

જૂથ કંપનીઓના શેરમાં સતત છઠ્ઠા દિવસે વધારો 
ગૌતમ અદાણીની કંપનીઓ છેલ્લા છ દિવસથી સારુ પર્ફોમ કરી રહી છે. જૂથ કંપનીઓના શેર સતત છઠ્ઠા દિવસ સારુ ટ્રેડિંગ કરી રહ્યાં હતા.  બુધવારે બજાર બંધ થયું તે સમયે અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચ શૅર અપર સર્કિટને સ્પર્શીને બંધ થયા  હતા. ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શૅર અંદાજે ત્રણ ટકાની તેજી સાથે બંધ થયા હતા જ્યારે પાંચ શૅર પાંચ ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયા હતા. જેમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.

 અદાણી જૂથનું માર્કેટ કેપ  9 લાખ કરોડને પાર
અદાણી જૂથના અનેક શૅરો સતત અપર સર્કિટને સ્પર્શી રહ્યા છે અને જૂથની સંયુક્ત માર્કેટ કેપ 9 લાખ કરોડને પાર થઈ ગઈ છે. તેનો લાભ ગૌતમ અદાણીને પણ થયો છે. તેમની નેટવર્થમાં 1.97 અબજ ડોલરનો વધારો થયો છે. જોકે, હિન્ડનબર્ગના રિપોર્ટ પછી આ વર્ષે તેમની નેટવર્થમાં 66.5 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani gautam adani news Gautam Adani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ