બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gamkhwar accident in Tamil Nadu, 55 passenger bus falls into 100 feet deep creek, 8 dead, many injured

તમિલનાડુ / BIG NEWS : 59 પ્રવાસીઓ ભરેલી ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકી, 8થી વધુ લોકોના મોત, વધશે મોતનો આંકડો

Pravin Joshi

Last Updated: 11:01 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

  • તમિલનાડું ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત
  • પ્રવાસીઓ ભરેલી બસ 100 ફૂટ ઉંડી ખાડીમાં પડી
  • પરિવારજનોને 8 લાખ રૂપિયાની મદદની જાહેરાત

તમિલનાડુમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો જ્યારે એક પ્રવાસી બસ અચાનક ખાડામાં પડી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ખાઈમાં પડી હતી અને સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર અને રેસ્ક્યૂ સર્વિસના સભ્યો પીડિતોને મદદ કરવા અને ઘાયલોને બચાવવા દોડી ગયા હતા. મોટાભાગના ઘાયલ લોકોને તબીબી સારવાર માટે નજીકના કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે.

ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા

કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવના સુંદરે કહ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટના કુન્નૂર નજીક મારાપાલમ પાસે બની હતી. ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહેલી બસમાં 55 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા.

પરિવારજનોને 8 લાખ રૂપિયાની મદદની જાહેરાત

સીએમ સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 25 ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ લગભગ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. હાલમાં ઘાયલો અને મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ