ચોંકાવનારો કિસ્સો /
રાજસ્થાનમાં વિદેશી યુવતી અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ફરતી દેખાઈ, જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં
Team VTV08:08 PM, 12 Feb 22
| Updated: 08:09 PM, 12 Feb 22
રાજસ્થાનના અજમેર જિલ્લાની તીર્થ નગરી પુષ્કરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મોડી રાતે એક બેભાન અવસ્થામાં વિદેશી યુવતી અર્ધનગ્ન અવસ્થામાં રોડ પર પડેલી મળી હતી.
રાજસ્થાનના અજમેર જિલ્લાની તીર્થ નગરી પુષ્કરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મોડી રાતે એક બેભાન અવસ્થામાં વિદેશી યુવતી અર્ધનગ્ન અવસ્થામાં રોડ પર પડેલી મળી હતી. આ નજારો જોઈને ડ્યૂટી પર તૈનાત સિપાહી કિશનારામ જાજડાએ ભારે જહેમત બાદ યુવતીને રોકી અને પોતાનું જેકેટ પહેરાવ્યું હતું. ત્યાર બાદ પુષ્કર પોલીસ સ્ટેશનમાં ફોન કરીને યુવતીને પુષ્કરના રાજકીય હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેને જેએલએન હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.
અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ફરતી દેખાઈ યુવતી
જાણવા મળ્યું છે કે, સિપાહી કિશનારામ જાજડા શુક્રવારે મોડી રાતે પુષ્કર હનુમાન મંદિર પાસે પોઈન્ટ પર ડ્યૂટી કરી રહ્યા હતા. આ દરમિયાન અર્ધનગ્ન હાલતમાં એક વિદેશી યુવતી રોડ પર ભટકી રહી હતી. કિશનારામે તાત્કાલિક યુવતીને સમજાવીને રોકી રાખી અને તેને પોતાનું જેકેટ પહેરાવ્યું. જો કે, યુવતીને તેને ફેંકી દીધું હતું. ત્યાર બાદ ભારે મહેનત કરીને સિપાહીએ યુવતીને જેકેટ પહેરાવી પોલીસને જાણ કરી. જેના પર પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પોલીસ આવે ત્યાં સુધી સિપાહીએ તેને રોકી રાખી. જેથી યુવતી સાથે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે.
નેધરલેન્ડની રહેવાસી છે યુવતી
ત્યાર બાદ પોલીસની ટીમે યુવતીને પુષ્કરની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં મેડિકલ ઓફિસર ડો. આદિત્ય ગૌડે જણાવ્યું કે, મહિલા બેભાન હતી. મહિલા કોઈ નશાના કારણે અથવા તો માનસિક બિમારીના કારણે બેભાન થઈ ગઈ હતી. તેને પ્રાથમિક સારવાર બાદ જેએનએલ હોસ્પિટલમાં રેફર કરવામા આવી હતી. પોલીસે જણા્વ્યુ હતું કે, યુવતી નેધરલેન્ડની રહેવાસી છે. જે થોડા દિવસથી સ્થાનિક હોટલમાં રહેતી હતી. યુવતીને શું થયું છે, તેના વિશે તપાસ ચાલી રહી છે.