બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / For the first time in Ranji history, half century of all 9 batsmen, including the state sports minister

ક્વાર્ટર ફાઇનલ / રણજીનાં ઇતિહાસમાં પહેલી વખત બની આવી ઘટના, રાજ્યનાં સ્પોર્ટ્સ મિનિસ્ટર સહિત 9 બેટ્સમેનોની અર્ધી સદી

MayurN

Last Updated: 06:06 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળ અને ઝારખંડ વચ્ચે રમાઈ રહેલ રણજી ટ્રોફીના કવાટર ફાઈનલ મેચમાં બંગાળે એક નવી સિદ્ધિ મેળવી, બંગાળના બધા જ સરુઆતી 9 બેટ્સમેને 50થી વધુ રન ફટકાર્યા.

  • બંગાળે હાંસલ કરી ક્રિકેટ ક્ષેત્રે એક નવી સિદ્ધિ
  • ટોપ 9 ના બધા બેટ્સમેને કર્યા 50 થી વધુ રન 
  • આકાશ દીપે માત્ર 18 બોલમાં 53 રન કર્યા

એક નવી સિદ્ધિ બંગાળની ટીમને નામે 
રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સતત ઇતિહાસ રચાઇ રહ્યો છે. પહેલા  ધમાકેદાર ઈનિંગ્સ જોવા મળી હતી અને હવે બંગાળની ટીમે એક સિદ્ધિ હાંસલ કરી લીધી  છે. ટીમના પહેલાથી નવમા બેટ્સમેને 50 કે તેથી વધુનો સ્કોર કર્યો છે, જેમાં બે બેટ્સમેનોની સદીનો પણ સમાવેશ થાય છે. 

બધા જ બેટ્સમેને બનવ્યા 50થી વધુ રન 
બંગાળ અને ઝારખંડ વચ્ચે બેંગલોરમાં રમાઇ રહેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં આ ઇતિહાસ બન્યો હતો. બંગાળે અહીં 773ના સ્કોર પર પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી, જેમાં ટીમના કુલ 7 ખેલાડીઓ આઉટ થયા હતા. એટલે કે ક્રિઝ પર 9 બેટ્સમેન હાજર હતા અને બધાએ 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો 

ખેલમંત્રી એ પણ બનાવ્યા 73 રન 
બંગાળ માટે સુદીપ કુમાર ઘરામીએ સૌથી વધુ 186 રનની પારી બનાવી હતી, જ્યારે એ.મજુમદારે 117 રન બનાવ્યા હતા. આ બે સદી ઉપરાંત બાકીના સાત બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. આ બધા ખેલાડીઓમાં પશ્ચિમ બંગાળ સરકારના ખેલમંત્રી મનોજ તિવારી પણ શામેલ હતા જેણે 73 રન બનાવ્યા હતા.

 

બંગાળની ટીમનું સ્કોરકાર્ડ -
1. અભિષેક રમન - 61 રન
2. અભિમન્યુ ઇશ્વરન - 65 રન
3. સુદીપ કુમાર ઘરામી - 186 રન
4. એ.મજુમદાર - 117 રન
5. મનોજ તિવારી - 73 રન 
6. અભિષેક પોરેલ - 68 રન
7. શહબાઝ અહમદ - 78 રન
8. સાયન મંડલ - 53* રન
9. આકાશ દીપ - 53* રન

300 ની સ્ટ્રાઈક રેટ
બંગાળની ટીમ જ્યારે મોટા સ્કોર તરફ આગળ જઈ રહી હતી ત્યારે આકાશ દીપે અંતમાં ધૂમ મચાવી હતી. તેમણે માત્ર 18 બોલમાં 53 રન કર્યા, જેમાં 8 છક્કા પણ માર્યા હતા. આકાશ દીપે રણજી ટ્રોફીમાં 300ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. 

ઇતિહાસમાં પ્રથમ વખત 
બંગાળ તરફથી સાયન મંડલે પોતાની ફિફ્ટી પૂરી કરી ત્યારે પહેલી વખત એવું બન્યું હતું કે ડોમેસ્ટિક મેચની પ્રથમ પારીની સરુઆતી 8 બેટ્સમેનોએ પ્રથમ ઇનિંગ્સમાં 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હોય. પરંતુ બંગાળે આગળ પણ સારી કમાલ કરી, 9માં બેટ્સમેન એટલે કે આકાશદીપે પણ ફિફ્ટી બનાવી. એવામાં પ્રથમ વખત પહેલી  વાર ટોપ-9 બેટ્સમેનોએ ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 50 થી વધુ રન બનાવ્યા હોય.

વર્ષ 1893માં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે ટીમના 8 બેટ્સમેનોએ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સામે 50+ રન બનાવ્યા હતા. પણ ત્યારે તે ટોપ-8 બેટ્સમેન ન હતા . 

સંકળાયેલા મુદ્દાઓ

Bangal Cricket Manoj Tiwary Ranji Trophy Sports Minister ranji trophy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ