બ્રેકિંગ ન્યુઝ
VTV / fire broke out firecracker factory Tamil Nadu Kanchipuram district hospital Accident
Pravin Joshi
Last Updated: 04:29 PM, 22 March 2023
ADVERTISEMENT
તામિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો દાઝી ગયા હતા. આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Tamil Nadu | Six dead, several injured in an explosion at a firecracker warehouse in Kuruvimalai village of Kancheepuram district.
— ANI (@ANI) March 22, 2023
Kancheepuram Collector M Aarthi says, "Rescue operation is going on. Spot is clear. Police would investigate more on this. Post that we would know… pic.twitter.com/NGlL665WqO
ADVERTISEMENT
ફેક્ટરીમાંથી 27 લોકોનું રેસ્ક્યું કરી બચાવી લેવાયા
મળતી માહિતી મુજબ કાંચીપુરમ જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં લાગેલી આગના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લોકોએ આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફટાકડાના કારખાનામાં આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ એકટીવ મોડમાં આવી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ફટાકડાની ફેક્ટરીમાંથી 27 લોકોને બચાવ્યા હતા. મળતી માહિતી મુજબ ફટાકડાની ફેક્ટરી કાંચીપુરમથી લગભગ 10 કિમી દૂર વઝથોત્તમમાં આવેલી છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસે માન્ય લાઇસન્સ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.