બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / FIR against 8 Policemen including PSI of Vadodara City Police Station

એક્શન / વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PSI સહિત 8 પોલીસકર્મીઓ વિરૂદ્ધ FIR, જાણો શું હતો સમગ્ર મામલો

Malay

Last Updated: 10:32 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં હોટેલના સંચાલક અને ચા-નાસ્તો કરવા આવેલા લોકોને મારમારવા બદલ સિટી પોલીસ સ્ટેશનના PSI સહિત 8 પોલીસકર્મી સામે FIR

  • વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PSIની વધી મુશ્કેલી
  • અદાલતના આદેશ બાદ 8 પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ
  • PSI કે.વી ડાંગર અને પોલીસકર્મીઓએ હોટલમાં કરી હતી મારામારી

Vadodara News: વડોદરામાં હોટલ સંચાલક અને હોટલમાં ચા-નાસ્તો કરવા આવેલા ગ્રાહકોને મારમારવા બદલ કોર્ટના આદેશ બાદ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિત કુલ 8 પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ કેસની તપાસ ACP જી-ડિવિઝનને કરવા હુકમ કર્યો છે. પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિત કુલ 8 પોલીસકર્મીઓ સામે  સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં લગાવેલી કલમોમાં 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

શું બની હતી ઘટના?
સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો ગત 14 માર્ચે રાત્રિના સમયે શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી મદાર હોટલમાં સિટી પોલીસ સ્ટેશનના PSI કે.વી ડાંગર તેમના સ્ટાફ સાથે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ હોટલમાં નાસ્તો કરી રહેલા ગ્રાહકો પર દંડાવાળી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો હોટલના માલિકને પણ ફડાકો માર્યો હતો. તો બીજા દિવસે હોટલના માલિકને પોલીસ સ્ટેશનમાં બોલાવી PSI ડાંગરે ઢોર માર માર્યો હતો અને અભદ્ર ગાળો બોલી હતી.

હોટલ માલિકે હાઈકોર્ટમાં કરી હતી અરજી
જેથી મદાર હોટેલના માલિક સૈયદ કુતબુદ્દીન અલ્લાઉદ્દીન દ્વારા રાજ્યના પોલીસ વડા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે, આ પોલીસકર્મીઓ સામે કોઈ એક્શન ન લેવાતા તેઓએ ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ફરિયાદી સૈયદ કુતબુદ્દીન અલ્લાઉદ્દીનની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરી હતી અને હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-156 કાર્યવાહી કરવાની સ્વતંત્રતા સાથે કેસ ડિસ્પોસ કર્યો હતો.

પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવાની આપી સૂચના
જે અન્વયે સિવિલ જજ દ્વારા પીએસઆઈ સહિત પોલીસ કોન્સ્ટેબલો સામે ફરિયાદ નોંધવાનો આદેશ સિટી પોલીસ સ્ટેશનના PIને આપ્યો હતો. સાથે જ આ કેસની તપાસ ACP જી-ડિવિઝનને કરવા હુકમ કર્યો હતો. ત્યારે હવે કોર્ટના આદેશ બાદ સિટી પોલીસ સ્ટેશનના PSI કે.વી ડાંગર સહિત 8 પોલીસકર્મી સામે તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.  તમામ પોલીસકર્મીઓ સામે ACP કક્ષાના અધિકારીઓ તપાસ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ