વિજય માલ્યાને 'આર્થિક ભાગેડુ' જાહેર કરવાની અરજી મુદ્દે સુપ્રીમમાં સુનાવણી

By : admin 09:03 AM, 07 December 2018 | Updated : 09:03 AM, 07 December 2018
બેંકોને લગભગ 9 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આર્થિક ભાગેડુ જાહેર કરવાના મુદ્દે વિજય માલ્યા વિરૂદ્ધ અરજી થઈ હતી. તો બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

જે મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાએ ઈડીની અરજી પર રોક લગાવવાની પણ માગ કરી છે. માલ્યાએ આના પર રોક લગાવવા માટે ખાસ કોર્ટમાં અપીલ પણ કરી છે.

આ પહેલા વિજય માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મારો મામલો અલગ છે અને હું મારી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીશ. જ્યાં સુધી બેંકોના પૈસાની વાત છે તો હું 100 ટકા પૈસા પરત કરીશ.

ઇડીએ વિશેષ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી વિજય માલ્યાને ભાગેડુ અપરાધી કાનૂન 2018 હેઠક ભાગેડુ જાહેર કરવા ભલામણ કરી હતી. જો વિજય માલ્યાએ તેના પર રોક લગાવવા અપીલ કરી હતી જો કે કોર્ટે તેને નામંજૂર કરી દીધી હતી.

ત્યારબાદ માલ્યાએ હાઇકોર્ટમાં અરજી કરી પરંતુ ત્યાં પણ ફગાવી દેવામાં આવી હતી. હવે વિજય માલ્યાએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતા મિલ્કને જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવા માગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિજય માલ્યાએ બેંકોની 100 રકમ ચૂકવવા તૈયારી બતાવી હતી. Recent Story

Popular Story