બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Farmers will get New Year gift at the beginning of New Year

યોજના / નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતોને મળશે ન્યુ ઇયર ગિફ્ટ: બેંક એકાઉન્ટમાં સરકાર જમા કરાવશે આટલાં હજાર!

Priyakant

Last Updated: 02:03 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જોકે આ વખતે 13મો હપ્તો ......

  • PM કિસાન સન્માન નિધિના 13માં હપ્તાને લઈ મોટા સમાચાર
  • નવા વર્ષની ભેટ તરીકે જાન્યુઆરીની શરૂઆતમાં ખાતામાં જમા થશે 13મો હપ્તો 
  • PM કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની અપાય છે આર્થિક સહાય 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો નવા વર્ષની ભેટ તરીકે જાન્યુઆરીની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. બે હજાર રૂપિયાની આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનામાં ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.  
 
જોકે 13માં હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાની યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોના નામ હટાવી શકાય છે. જમીનના રેકોર્ડ અને ઈ-કેવાયસીની ચકાસણી ન થવાને કારણે ઘણા લોકો પીએમ કિસાન યોજનાની રકમથી વંચિત રહી શકે છે. જણાવી દઈએ કે, 12મા હપ્તા દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકોને લાભાર્થીની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એકલા ઉત્તર પ્રદેશના લગભગ 21 લાખ લોકોને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં લોકોને આ યોજનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

13મો હપ્તો મેળવવા માટે, PM કિસાન યોજનાની વેબસાઇટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. જે ખેડૂતો આવું નહીં કરે તેમના ખાતામાં આ યોજનાની રકમ મોકલવામાં આવશે નહીં.

લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે જોઈ શકો ? 

જો તમે PM કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો, તો તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થીની યાદીમાં તમારું નામ જોઈ શકો છો. આ માટે તમારે અધિકૃત વેબસાઈટ પર જઈને ફાર્મર્સ કોર્નરની મુલાકાત લેવી પડશે. અહીં તમે લાભાર્થી સ્ટેટસ પર જઈને તમારું નામ ચકાસી શકો છો. આ સાથે કોઈપણ પ્રકારની સમસ્યા પર હેલ્પલાઈન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ