બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Failed attempt to overturn train in Vadodara, rescue of two express trains, signal not received or else.

તપાસ શરૂ / વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, બે એક્સપ્રેસ ટ્રેનનો આબાદ બચાવ, સિગ્નલ ન મળ્યો નહીંતર.

Vishal Khamar

Last Updated: 10:48 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા નજીક ગત કાલે રાત્રી ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેન્સિંગ પોલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે મોટી દુર્ઘટનાં સર્જાતા રહી ગઈ હતી.

  • વડોદરાનાં વરણા ઈટોલા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ
  • મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ
  • પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી

 વડોદરા નજીક ગત રોજ રાત્રીનાં સુમારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ટ્રેન ઉથલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું રાત્રીનાં સુમારે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.  ત્યારે ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.

મેટલ ફેનસિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો 
વડોદરા સુરત રેલવે ટ્રેક પરનાં પિલ્લર વચ્ચે અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેનસિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ ઘટનાં વરણામાં અને ઈંટોલા સ્ટેશન વ્ચે બની હતી. ગઈકાલે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા મામલો સામે આવ્યો હતો. જેમાં કેટલાક અસામાજીક તત્વોએ મેટલ ફેન્સિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. 

પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી
 આ બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસ મથકે સિનિયર સેક્શન એન્જીનીયર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ જીલ્લા પોલીસ વડા રોહન આનંદે ઘટનાની ગંભીરતા જોતા તપાસનાં આદેશ આપ્યા હતા. તેમજ ગ્રામ્ય એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસની અલગ અલગ ટીમો બનાવી રેલવે પોલીસનાં સંપર્કમાં રહી તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ