ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Technology / facebook-live-ban-company-took-this-big-decision-after-two-new-zealand-mosques-attack

NULL / ફેસબુક LIVE પર લાગશે પ્રતિબંધ! કંપનીએ શા માટે લીધો આ મોટો નિર્ણય

Published By: vtvAdmin

Last Updated: 09:25 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સોશિયલ મીડિયા કંપની ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે કહ્યું કે, કંપનીના પ્લેટફોર્મ પર કોણ લાઈવ જશે તેના પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ માટે કેટલાક ક્રાઈટ એરિયા પણ નક્કી કરવામાં આવ્યા છે. ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકી હુમલા બાદ કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું હાલ સામે આવ્યું છે.



સેન્ડબર્ગે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, કંપની મોનિટરિંગ કરશે કે ફેસબુક પર કોણ લાઈવ જઈ શકશે. આ કમ્યુનિટિ ગાઈડલાન્સ જેવા ફેક્ટર્સ પર આધાર રાખશે. પંદરમી માર્ચે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં એક શૂટરે બે મસ્જિદોમાં લગભગ 50 લોકોને ગોળી મારીને હત્યા કરી હતી. 



સેન્ડબર્ગના બ્લોગમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ફેસબુકે 900થી વધુ અલગ અલગ વીડિયો શોધી કાઢ્યા છે જેમાં 17 મિનિટના નરસંહારના કેટલાક ભાગ બતાવવામાં આવ્યા છે.

તો પાછલા અઠવાડિયે જ ફેસબુકે કહ્યું હતું કે, દુનિયાભરમાંથી 1.5 મિલિયન વીડિયોને હટાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક વિશ્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા છે. ફેસબુકના અંદાજે 2.7 બિલિયન યુઝર્સ છે. તો કંપની પાસે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા બે અન્ય મોટા પ્લેટફોર્મ પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ