બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Enigmatic tremors in vadi village of Valsad: 500 meters long crack in the ground

આશ્ચર્યજનક / વલસાડના કપરાડાના વાડી ગામમાં ભેદી આંચકા: જમીનમાં પડી 500 મીટર લાંબી તિરાડ, તંત્ર થયું દોડતું

Malay

Last Updated: 09:44 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad News: વલસાડના વાડી ગામમાં ભેદી આંચકાઓથી જમીનમાં પડી 500 મીટર લાંબી તિરાડ, કપરાડા તાલુકાની ટીમોએ ગામમાં પહોંચી તિરાડોનું કર્યુ નિરીક્ષણ.

  • વલસાડના કપરાડાના વાડી ગામમાં ભેદી આંચકા
  • એક અઠવાડિયાથી વધુ સમયથી અનુભવાઈ રહ્યા છે ભેદી આંચકા
  • ભેદી આંચકાઓથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આંચકાઓના કારણે ગામની જમીનમાં 500 મીટર કરતા લાંબી તિરાડ પડતા તંત્રની ટીમો પણ વાડી ગામ ખાતે દોડી આવી છે અને કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. જોકે, અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે આ ભૂકંપના આંચકા છે કે અન્ય કોઈ કારણસર આંચકા આવી રહ્યા છે. 

છેલ્લા ઘણા સમયથી અનુભવાઇ રહ્યા છે ભેદી આંચકા
આ અંગે મળતી માહિતી અનુસાર, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી આંચકા અનુવાય રહ્યા છે. આંચકાના કારણે ગામની જમીનોમાં તિરાડો પડી ગઈ છે. ગામમાં એક જગ્યાએ તો આંચકાના કારણે 500 મીટરથી વધુ લાંબી તિરાડ પડી ગઈ છે. ભેદી આંચકાઓ અને જમીનમાં પડી રહેલી તિરાડોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 

ટીમોએ તપાસ હાથ ધરી
તો આ અંગેની જાણ તાલુકામાં અને ડિઝાસ્ટર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ટીમો પણ દોડી આવી છે. ગતરોજ સ્થાનિક તંત્રની ટીમ વાડી ગામ ખાતે પહોંચી હતી અને કુજવેરી ફરિયામાં જમીનોમાં પડેલી તિરાડનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, હજુ સુધી આની પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો તંત્ર દ્વારા આ આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે, તેનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. 

સ્થાનિકોમાં ભયનો માહોલ
અત્રે ઉલ્લખનીય છે કે, વલસાડના વાડી ગામના કુજવેરી ફરિયામાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી ભેદી આંચકા અનુભવાતા ભેદી આંચકાઓથી જમીનમાં તિરાડો પડતા વાડી ગામના લોકોમાં ભયનો માહોલ છે. કપરાડા તાલુકાની ટીમો ગામમાં નિરીક્ષણ કરી રહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ