બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka Temple awarded World Amazing Place Certificate by World Talent Organization New Jersey

પ્રમાણપત્ર / ગુજરાતીઓ માટે ગૌરવશાળી ઘટના, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને દ્વારકા મંદિરને આ સ્થળની આપી ઉપમા

Shyam

Last Updated: 11:37 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જર્સી દ્વારા દ્વારકા મંદિરને "વર્લ્ડ અમેઝીંગ પ્લેસ" તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે

  • પવિત્ર દ્વારકા નગરીની પ્રતિષ્ઠામાં વધારો
  • દ્વારકા મંદિરને "વર્લ્ડ અમેઝીંગ પ્લેસ"નું પ્રમાણપત્ર એનાયત
  • ‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જર્સી દ્વારા એનાયત

પવિત્ર દ્વારકા નગરીની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. દ્વારકા મંદિરને "વર્લ્ડ અમેઝીંગ પ્લેસ" તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જર્સી દ્વારા આ ખિતાબ એનાયત કરાયો છે. શારદાપીઠ પટાંગણ ખાતે મંદિરને આ પ્રમાણપત્ર અર્પણ કરાયું હતું. મંદિરને પ્રમાણપત્ર અર્પણ કરવા માટે ખુદ કલેક્ટર હાજર રહ્યા હતા. અને કલેકટર દ્વારા દ્વારકાધીશ મંદિરને પ્રમાણપત્ર અર્પણ કરાયું હતું. 

શિવરાજપુર બીચનો બ્લૂ ફ્લેગ કેટગરીમાં સમાવેશ

આ સાથે દ્વારકાથી 10 કિમી દુર આવેલા શિવરાજપુર બીચને પણ નવી ઓળખ આપી છે. શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ બીચ તરીકે જાહેર કરાયો છે. જે દરિયાના પાણીની શુદ્ધતા અને તેના કિનારા પર તેની સ્વચ્છતા સારી હોય તેવા દરિયાય સ્થળને બ્લૂ ફ્લેગ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે.

મહત્વનું છે કે, શિવરાજપુરની ઓળખ ત્યાંના સ્કૂબા ડ્રાઈવિંગ તરીકે પણ થાય છે. ભારતમાં અત્યાર સુધીના 8 બીચને બ્લૂ ફ્લેગ બીચનો દરજ્જો મેળવી ચૂક્યા છે. આ કેટેગરીમાં આવવા માટે 33 માપદંડોને પાસ કરવા પડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Devbhumi Dwarka Dwarka temple World Talent Organization World's Amazing Place દ્વારકા મંદિર Dwarka Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ