બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Due to tight jeans in summer problems like infection are created

તમારા કામનું / ભયંકર ગરમીમાં જીન્સ પહેરતા પહેલા ચેતજો! થઈ શકે છે આ ગંભીર બીમારી, જાણો બચવા માટે શું કરવું

Kishor

Last Updated: 04:35 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં ટાઈટ જીન્સના લીધે શરીરમાં બળતરા, એલર્જી ત્વચામાં સોજો, ધાધર, ફંગલ ચેપ સહિતની સમસ્યા સર્જાઈ શેકે છે.

  • ઉનાળામાં ટાઈટ જીન્સ પણ સમસ્યા સર્જી શકે છે
  • ગરમીમાં જીન્સથી થઈ શકે છે ત્વચાની સમસ્યા
  • ગરમીમાં જીન્સ પહેરવું ટાળવું જોઈએ

ઉનાળામાં હિટ સ્ટ્રોક અને શરીરમાં પાણી ખૂટી જવા સહિતની અનેક સમસ્યાઓ માથું ઉચકતી હોય છે. જેની સામે સાવચેતી રાખવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે આવી સ્થિતિ વચ્ચે તમને સાંભળીને નવાઈ લાગશે. પરંતુ શરીર પર પહેરવામાં આવતા ટાઈટ જીન્સ પણ સમસ્યા સર્જી શકે છે. એકદમ ફીટ જીન્સ પહેરવાથી ઉનાળામાં ત્વચાની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી આગમચેતીના ભાગરૂપે ગરમી વધતાની સાથે જ જીન્સ પહેરવું ટાળવું જોઈએ તેવી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

અમિરો નહીં શ્રમિકો પહેરતા હતા Jeans! ઈતિહાસ જાણી ચોંકી જશો, ખૂબ જ રસપ્રદ છે  ફેશન ટ્રેન્ડ બનવાની કહાની | jeans history and facts fashion tips know more


નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે જીન્સ શિયાળામાં અને ઠંડા વિસ્તારમાં રહેતા લોકો માટે આવકારદાયક છે. પરંતુ ગરમ હવામાનમાં જીન્સ ગરમીને રોકી રાખે છે પરિણામે ત્વચામાં અનેક પ્રકારની સમસ્યા જન્મે છે. જેમાં શરીરમાં બળતરા, એલર્જી ત્વચામાં સોજો, ધાધર, ફંગલ ચેપ સહિતના રોગોનો સમાવેશ થાય છે. જીન્સ કપડા હવાને રોકી રાખતા હોવાથી પરસેવો સુકાતો નથી. પરિણામે ફંગલ થાય છે.

Tag | VTV Gujarati

જીન્સને નિયમિત રીતે ધોવું જોઈએ
એટલું જ નહીં સુતરાઉ કાપડની સરખામણીએ ડેનિમમાં ફૂગના બીજકણ ધોવાથી પણ સરળતાથી મળી શકતા નથી. પબમેડ જનરલના પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એક વખત જોયા પછી પણ જીન્સ કપડામાં ફંગલના નિશાન જોવા મળે છે. આથી સાથળને સંબંધીત સમસ્યા ઊભી થાય છે.જેનાથી બચવા માટે જીન્સને નિયમિત રીતે ધોવું જોઈએ અને ઊંધું સુકવવાની પણ સલાહ આપવામાં આવી છે.

એક નિષ્ણાતે એવો પણ દાવો કર્યો છે કે ... 
સાથે સાથે નાયલોન, સિન્થેટિક અને પોલિ3એસ્ટર જેવા અન્ય કપડાથી પણ ત્વચા પર સમસ્યાનું કારણ બની શકે છે. કારણ કે આવા કપડાઓ પણ હવાને પસાર થવા દેતા નથી. ત્યારે ઉનાળા દરમિયાન ફૂલ સ્લીવ વાળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. જે હાથ અને ગરદનને ઢાંકે છે. એક નિષ્ણાતે એવો પણ દાવો કર્યો છે કે જીન્સ કપડા બનાવતી વેળાએ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં વપરાતા રંગો અને રસાયણો એલર્જી અને અન્ય ત્વચા સમજ્યાનું કારણ બની શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ