બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:59 PM, 22 March 2023
ADVERTISEMENT
સામાન્ય રીતે આપણે ત્યાં મોટા ભાગની મહિલાઓ માર્કેટમાંથી ફળ અને શાકભાજી લાવીને તેને ફ્રીઝમાં મૂકી દે છે, થી તે ફ્રેશ રહે.જો તમારા ખાવામાં કોઇ વસ્તુ વધી હોય તો તેને પણ ફ્રીઝમાં જ સ્ટોર કરવામાં આવતી હશે, જેથી બાદમાં તે ખાઇ શકાય, પરંતુ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે ફ્રીઝમાં સ્ટોર કરેલી વસ્તુ તમારું આરોગ્ય બગાડી શકે છે. કેટલીક વસ્તુઓ એવી છે, ફ્રીઝમાં રાખ્યા બાદ તમારા આરોગ્યને તો બગાડશે જ, ઉપરાંત તેને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ પણ ઘટી જશે.
ટામેટાંઃ
મહિલાઓ સામાન્ય રીતે ટામેટાંને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખે છે, તેમાં પાણીની માત્રા ઓછી હોય છે. તેથી ઠંડા તાપમાનમાં ઝડપથી ખરાબ થઇ જાય છે. ફ્રીઝમાં રાખેલાં ટામેટાંનો રંગ બદલાઇ જાય છે. આવાં ટામેટાંનો ઉપયોગ શાક બનાવવા માટે કરવામાં આવે તો હેલ્થ બગડે છે.
ADVERTISEMENT
બ્રેડઃ
જો તમે બ્રેડને ફ્રીઝમાં સ્ટોર કરતાં હો તો તે તમારા હેલ્થ માટે ખતરનાક છે. ફ્રીઝમાં રાખવાથી બ્રેડ સુકાઇ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. તે આરોગ્ય માટે હાનિકારક છે.
બટાકાઃ
ઠંડા તાપમાનમાં બટાકા રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઇ જાય છે, જે પેટમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે. જો તમે ડાયાિબટીસના દર્દી હો તો ભૂલથી પણ ફ્રીઝમાં રાખેલા બટાકા ન ખાઓ.
મધઃ
મધને ફ્રીઝમાં રાખવાથી તેમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને જામી પણ જાય છે. તમે જ્યારે તેને જમવામાં યુઝ કરો છો તો તેનો સ્વાદ પણ આવતો નથી. મધને રૂમ ટેમ્પરેચર પર રાખવું જ યોગ્ય છે.
તરબૂચઃ
ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાનું દરેકને પસંદ પડે છે, પરંતુ તેને ઠંડું કરવા માટે લોકો તેને ફ્રીઝમાં સ્ટોર કરે છે, તેમાં રાખેલ તરબૂચ ખાવાથી તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો ખતમ થઇ જાય છે.
કોફીઃ
કોફીને ફ્રીઝમાં રાખવાથી તેની બધી ફ્રેશનેસ ખતમ થઇ જાય છે, સાથે-સાથે તેની સુગંધ પણ જતી રહે છે. ત્યારબાદ ઘણી બીમારીઓનું કારણ બને છે.
કેળાંઃ
કેળાંને નોર્મલ ટેમ્પરેચર પર જ રાખવાં જોઇએ. ફ્રીઝમાં રાખવામાં આવતાં કેળાં ઝડપથી કાળાં પડવા લાગે છે. કેળાંને રૂમ ટેમ્પરેચર પર પ્લાિસ્ટકની પોલી બેગમાં ઢાંકીને રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.