"Don't Insult Me Like This": Mamata Banerjee To PM After Meeting Row
પીએમ પ્રવાસ વિવાદ /
મને ખોટી બદનામ ન કરો, બંગાળ માટે તો હું તો PM મોદીને પગે પડવા પણ તૈયાર છું : વિવાદ બાદ મમતાનું નિવેદન
Team VTV04:51 PM, 29 May 21
| Updated: 04:53 PM, 29 May 21
બંગાળના સીએમ મમતા બેનરજીએ નિશાન સાધતા જણાવ્યું કે મારી જીત સરકારથી હજમ થતી નથી. હું બંગાળની જનતા માટે પ્રધાનમંત્રીને પગે પડવા પણ તૈયાર છું.
પીએમ પ્રવાસ પર વિવાદ બાદ મમતાનું નિવેદન
મારી જીત સરકારથી હજમ થતી નથી
બંગાળની જનતા માટે પ્રધાનમંત્રીને પગે પડવા પણ તૈયાર
પ્રધાનમંત્રી મોદીના બંગાળ પ્રવાસ પર શરુ થયેલા વિવાદ બાદ મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારને મારી જીત હજુ પણ ગળે ઉતરી નથી. તેથી વિરોધ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મને ખોટી બદનામ ન કરો. બંગાળના લોકો માટે તો હું પ્રધાનમંત્રીને પગે પડવા પણ તૈયાર છું. મારી જીત સરકારથી હજમ થતી નથી.
ગુરુવારે જ મારો કાર્યક્રમ નક્કી હતો, પીએમના પ્રવાસની પછી ખબર પડી
પીએમ સાથેની બેઠકમાં મોડા પહોંચવાના તથા ઉતાવળમાં નીકળી જવાના વિવાદ પર બોલતા બેનરજીએ જણાવ્યું કે ગુરુવારે જ મારો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે તો પછીથી ખબર પડી.અધિકારીઓની બદલીના મુદ્દે મમતાએ જણાવ્યું કે લડાઈ મારી સાથે છે, મારા અધિકારીઓ સાથે નહીં. મમતા કેન્દ્ર સરકારને અપીલ કરતા જણાવ્યું કે જેટલું પણ શક્ય હોય તેટલું મારા અધિકારીઓને આ બધાથી દૂર રાખવામાં આવે અને તેમને એક્સટેન્શન આપવામાં આવે.
શું છે વિવાદ
વાવાઝોડા યાસના કારણે થયેલા નુકસાનની સમિક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ચક્રવાતના કારણે થયેલા નુકસાનની સમીક્ષા માટે પીએમ મોદી પશ્ચિમના મેદિનીપુરના કલાઈકુંડાના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને તેમને વાવાઝોડા યાસના કારણે થયેલા નુકશાનનો પ્રાથમિક રીપોર્ટ આપ્યો છે.
મમતા બેનર્જી 30 મિનિટ મોડા આવ્યા અને વહેલા પણ નિકળી ગયા
સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી અને તેમના ચીફ સેક્રટરી સમિક્ષા બેઠકમાં 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. બેઠકમાં આવ્યા બાદ મમતા બેનર્જીએ વાવાઝોડાની અસર પર તૈયાર કરેલા ડોક્યુમેન્ટ્સ આપી દીધા અને એવું કહીને ત્યાથી નિકળી ગયા કે તેમને બીજી મિટિંગોમાં હાજરી આપવાની છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી પહેલી વખત મળ્યા હતા. આ પહેલા મોદીએ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મમતા બેનર્જી વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળને 15 હજાર કરોડ રૂપિયાના નુકસાનની વાત કહી ચુક્યા છે.