બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do these Remedies if you are Lord Ganesh devotees

આસ્થા / ગણેશ ભક્તો આ એક વિશેષ પ્રયોગ કરશે તો ક્યારેય નહીં થાય દુ:ખી

Juhi

Last Updated: 06:09 PM, 11 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ગણેશજી તમામ વિઘ્ન દૂર કરનાર એક બહુ દયાળુ તથા તરત રિઝનારા દેવ છે. તેઓ દેવાધિદેવ મહાદેવના પુત્ર તથા મા પાર્વતીના બહુ વિચક્ષણ પુત્ર છે.

  • ભગવાન શંકર અને માતા પાર્વતીના છે પુત્ર ગણેશજી
  • ગણપતિ છે વિધ્નહર્તા
  • ગણપતિના ભક્તો છો તો આ ઉપાય કરો, થશે ધનલાભ

જેમણે વેદવ્યાસના અઘરા શબ્દોને પણ ખૂબ સરળતાથી સમજી તેનું સાવ સરળ શબ્દોમાં રૂપાંતર કરી મહાભારતનો અદ્ભુત ગ્રંથ લખ્યો છે. તેમનું પૂજન કરનાર ભકત કદી દુઃખી થતો નથી. જો તે ભક્તનાં જીવનમાં કોઇ દુઃખ આવે તો પણ તે દુઃખ તેમની અપાર કૃપાથી ક્ષણ માત્રમાં દૂર થાય છે. આવા દેવના પૂજનનો એક અદ્ભુત પ્રયોગ અત્રે પ્રસ્તુત કર્યો છે. જે કરવાથી જે તે ભકત ખૂબ સુખી થાય છે. આ પ્રયોગ કરનાર જે તે સાધક તમામ રીતે સાધન સંપન્ન થાય છે.

પ્રયોગઃ

ગણેશજીનો પ્રિય વાર મંગળવાર છે. તેથી મંગળવારે સાંજે સૂર્યાસ્ત પછી એક પાટલા ઉપર નવું લાલ વસ્ત્ર પાથરવું. તેના પર ત્રણ સોપારી, કંકુનાં ચાંલ્લાયુકત મૂકવી. જેને અનુક્રમે રિદ્ધિ, સિદ્ધિ તથા ગણેશજી સમજવાં. આ ત્રણેય દેવ સ્વરૂપ સોપારીને તરભાણામાં મૂકી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. તે પછી તે કોરી કરી કંકુ, સિંદૂર, હળદરથી પૂજવી. તે પછી તેમને યજ્ઞોપવીત ચડાવી લાલ જાસૂદનું પુષ્પ ચડાવવું. તેમને ચોખ્ખા ઘીથી બનાવેલ મોદક ખૂબ પ્રિય છે. તેથી પ્રસાદમાં મોદક ધરાવવા. મોદક બને એટલા નાના, શકય હોય તો સોપારીની સાઇઝના બનાવવા.

ગણેશજીને ગોળની નાની નાની ત્રણ કાંકરી ચડાવવી. તે પછી ચોખ્ખા ઘીનો દીવો અને ઉત્તમ અગરબત્તી પ્રગટાવી તેમના પૂજનમાં અભિવૃદ્ધિ કરવી. આરતી પણ ઉતારવી. તેમની સમક્ષ રૂપિયાના ત્રણ સિક્કા મૂકવા. તે પછી આરતી કરી પ્રસાદ લેવો. તે પછી ભર્યા ભાણે જમવું. થાળીમાં બીજી વખત કોઇ વાનગી લેવી નહીં. એક જ વખત થાળી ભરી લેવી થાળીમાં હોય બધું જ જમી લેવું. એંઠું રાખવું નહીં. તે પછી પાટલા સમક્ષ જઇ દ‌િક્ષણા સહિતના ત્રણ સિક્કાવાળું વસ્ત્ર લઇ તેની પોટલી વાળી તિજોરીમાં મૂકી દેવું. દર મંગળવારે ઉપર મુજબ જ પૂજન કરવું. સોપારી તથા કપડું અને સિક્કા બદલવા નહીં. દર મંગળવારે ત્રણ સિક્કા ફરીથી મૂકવા. આમ ઇચ્છિત સિદ્ધિ ન મળે ત્યાં સુધી આ વ્રત કરવું. સિક્કા તે વસ્ત્રમાં જ ભેગા થવા કરવા. આમ કરવાથી જે તે સાધક તમામ રીતે પ્રગતિનાં સોપાન સર કરે છે. તેનાં કુટુંબમાં ધન, ધાન્ય, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પુત્ર, પુત્રાદિકને અપાર સુખ પ્રાપ્ત થાય છે. તે આધિ, વ્યાધિ, ઉપાધિથી મુકત થાય છે. તેના જો કોઇ શત્રુ કે હિત શત્રુ હોય તો તે પણ ગણેશજીની અપાર કૃપાથી દૂર થાય છે.

ફળ પ્રાપ્તિઃ

આ વ્રત કરનાર સાધક કે ઉપાસક જો કોઇ ભયંકર બીમારીથી પીડાતી હોય તો તે પીડા દૂર થાય છે. તેનું સર્વ રીતે મંગળ તથા કલ્યાણ થાય છે. તેનાં વિઘ્નો તથા આવનારાં વિઘ્નો પણ દૂર થાય છે. તેના જીવનમાં સરળતા, સદ્બુદ્ધિ તથા પવિત્રતા આવે છે. અપાર શાંતિ મેળવે છે.

સાવધાનીઃ

ગણેશજીનું વ્રત કરનાર તન, મન, ધન શુદ્ધિ રાખવી ખૂબ હિતાવહ છે. બ્રહ્મચર્ય તથા સદાચારનું પાલન કરનાર ઉપર ગણેશજી પોતાની વિશેષ કૃપા વરસાવે છે. વ્રત મંગળવારે જ શરૂ કરવું.

ખાસ અનુસરવુંઃ

ગણેશ ભકતે તેના જીવનમાં હંમેશાં સદાચારી રહેવું. બને તો દર મંગળવારે ગણેશજીના કોઇ નજીકના મંદિરે જઇ તેમનાં દર્શન ખાસ કરવાં. મંગળવારે જ્યારે પણ સમય મળે ત્યારે ૐ ગં ગણપતયેનમઃના જાપ કરવા. નોટબુકમાં ઉપરોકત મંત્રનું લેખન કરવાથી પણ ઘણું કલ્યાણ થાય છે.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

સંકળાયેલા મુદ્દાઓ

Dharm Lord Ganesha ભકતો શ્રદ્ઘા Aastha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ