બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Discussion of a brawl in Rajkot Ribda during the election

મામલો શાંત / રીબડા નજીક 2 જૂથના લોકો વચ્ચે ચૂંટણી અદાવતમાં ઉગ્ર બોલાચાલીની ચર્ચા, જયરાજસિંહ દોડી આવ્યા, પોલીસે કરી આ અપીલ

Dinesh

Last Updated: 11:17 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા; બે જૂથના લોકોએ ઉગ્ર બોલાચાલી કરતા જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ પહોંચ્યા ઘટનાસ્થળે

  • રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા
  • બે જૂથના લોકોએ ઉગ્ર બોલાચાલી કરતા પોલીસ બની સક્રિય
  • જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા 


રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી છે. બે જૂથના લોકો દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસ સક્રિય થઈ છે. જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
 
રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા
રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. બે જૂથના લોકોએ ઉગ્ર બોલાચાલી કરતા પોલીસ સક્રિય બની છે. રીબડા પાસેના પીપળીયા ગામ પાસે લોકો એકઠા થયા ચર્ચા વહેતી થઈ છે. રાજકોટ LCBની ટીમ અને ગોંડલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એકઠા થયેલા લોકોને પોલીસની ટૂકડીઓએ વિખેરતા મામલો શાંત પડ્યો હતો. પોલીસે લોકોને ખોટી અફવાઓમાં નહી આવવા અપીલ પણ કરી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બન્યાની પોલીસે સ્પષ્ટતા કરી છે.

અગાઉ જયરાજસિંહ જાડેજાનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું
તમને જણાવી દઈએ કે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા અનેક વાર વિવાદિત નિવેદનોથી ઘેરાયેલા રહે છે. તેમનું અગાઉ પણ ગોંડલના રીબડામાં નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ અમુક લોકો જે છે તે રાજ કરી રહ્યા છે તેમને હટાવવા છે તેમણે જણાવ્યું હતું કે, આઝાદીની પ્રથમ ઘટના છે કે રીબડાવાળા સામે લડ્યાને 200 મત મળ્યા હોય તેમણે કહ્યું હતું કે, રીબડાના જેટલા મતદારો રાજકોટ છે તેઓ રીબડામાં દાખલ થઇ જાઓ. તેમણે કહ્યું કે, તમે રિબડામાં દાખલ થઈ જાઓ એટલે એ લોકોની ગાજરની પીપોડી બંધ થઈ જાય તેમણે કહ્યું કે, હું રિબડાનો આભાર માનું છું કે મને 212 મત આપ્યા છે આ 200 મત 20 હજાર જેવા છે. 

ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સમાધાન થયું હતું
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. 

જયરાજસિંહ-સહદેવસિંહ વચ્ચે સમાધાન
ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ