Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

IPL / VIDEO: ધોની આઉટ હતો કે નહી? 'માહી'ના રનઆઉટના લીધે હારી CSK

VIDEO: ધોની આઉટ હતો કે નહી? 'માહી'ના રનઆઉટના લીધે હારી CSK

ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રવિવારે વિવાદિત રનઆઉટ IPL 2019ની ફાઇનલ મેચનો વિષય રહ્યો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચેન્નાઇમાં ધોનીને ટીવી અમ્યાર નાઇજેલ લોન્જે રનઆઉટ આપ્યો. 

જોકે રિપ્લેમાં સ્પષ્ટ નહોતું થઈ રહ્યું કે તે આઉટ છે કે નહી. આમતો ક્રિકેટના નિયમોને ધ્યાનથી જોઇને તો શંકાની સ્થિતિમાં નિર્ણય બેટ્સમેનના પક્ષમાં જાય છે, પરંતુ રવિવારે આ નિર્ણય ધોનીના પક્ષમાં તે પરંતુ તેની વિરુદ્ઘમાં લેવાયો. 

ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ 150 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે બેટ્સમેન સુરેશ રૈના અને અંબાતી રાયડુને જલ્દી આઉટ કરીને ચેન્નાઇ પર પ્રેશર વધારી દીધુ. જ્યારે ધોની બેટિંગ માટે આવ્યો ત્યારે મેચ બરાબરીની થઇ હતી. તે સમયે CSKનો સ્કોર 73/3 હતો. હાર્દિક પંડ્યા ઈનિંગની 13મી ઓવર કરી રહ્યો હતો. ચોથા બોલ પર શેન વોટસને શોર્ટ મારીને રન લેલા દોડી પડ્યો. એવામાં મલિંગાએ બોલ પકડીને થ્રો કર્યો પરંતુ તે લોંગ ઓફના ફીલ્ડર પાસે જતો રહ્યો. ઓવરથ્રો પર ધોનીએ રન લેવાનું નક્કી કર્યું, પરંતુ ઈશાન કિસનનો  ડાઈરેક્ટ થ્રો સ્ટમ્પ પર આવ્યો અને મુંબઈએ રન આઉટની જોરદાર અપીલ કરી. મેદાના પરના અમ્પાયર નિર્ણય થર્ડ અમ્પાયરને રેફર કર્યો. 

ટીવી અમ્પાયર ઘણીવાર રીપ્લે જોયો અને ઘણી કેમેરા એન્ગલ્સ જોઈ. ધોની ક્રીઝની અંદર પહોંચ્યો કે નહીં અમ્પાયર પણ વિચારમાં હતા. એવામાં મોટાભાગે બેટ્સમેનને ફાયદો મળતો જોવા મળે છે, પરંતુ ધોનીના મામલામાં આવુ ના થયુ. ઘણીવખત રિપ્લે જોયા પછી અમ્પાયરે ફિલ્ડિંગ પક્ષમાં નિર્ણય આપ્યો. 

એવું પણ મનાઈ રહ્યું હતું કે શંકાની સ્થિતિનો લાભ ધોનીને આપવામાં આવશે અને તે બેટિંગ કરવાનું ચાલુ રાખશે પરંતુ થર્ડ અમ્પાયરના નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા. ફેન્સ માની રહ્યા છે કે ધોની સાથે અન્યાય થયો છે તે રનઆઉટ નહોતો. પરિણામે CSKને IPLનું ટાઇટલ ગુમાવવુ પડ્યુ. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ