બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'Dhoni is the one who made Jadeja a star, I don't think between the two...', CSK's teammate of the month made a big revelation

ક્રિકેટ / 'ધોનીએ જ જાડેજાને સ્ટાર બનાવ્યો, મને નથી લાગતું કે બંને વચ્ચે...', CSKમાં માહિનાના સાથી રહેલા ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

Megha

Last Updated: 10:07 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"મને નથી લાગતું કે જડ્ડુ માહી ભાઈથી બિલકુલ ગુસ્સે હતો. તે માત્ર એટલું જ હતું કે તે નાખુશ હતો કારણ કે ટીમ સારું પ્રદર્શન કરી રહી ન હતી."- ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતી રાયડુ

  • અંબાતી રાયડુએ IPL 2023 પછી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
  • રાયડુએ જાડેજા અને એમએસ ધોની વચ્ચે અણબનાવની અફવાનું ખંડન કર્યું 
  • IPL 2022માં ધોનીની જગ્યાએ CSKની કેપ્ટન્સી જાડેજાને સોંપવામાં આવી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતી રાયડુએ IPL 2023 પછી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ તેણે IPL 2022ને લઈને મોટો ખુલાસો કર્યો છે. IPL 2022 દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને એમએસ ધોની વચ્ચે અણબનાવની અફવાઓ ઉડી હતી. જો કે, સાથી CSK ખેલાડી રાયડુએ આ દાવાઓનું ખંડન કરતાં કહ્યું છે કે આ મીડિયા દ્વારા ઉડાવવામાં આવતી અફવાઓ સિવાય બીજું કંઈ નથી. 

એ વાત તો નોંધનીય છે કે IPL 2022માં ધોનીની જગ્યાએ CSKની કેપ્ટન્સી જાડેજાને સોંપવામાં આવી હતી. જો કે જાડેજાએ ખેલાડી અને કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું ન હતું અને આ કારણે તેણે સીઝનની વચ્ચે જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો. આ બાબત અંગે ધોનીએ કહ્યું કે ઓલરાઉન્ડર (જડ્ડુ) જાણતો હતો કે તે 2022ની સીઝનમાં કેપ્ટનશીપ સંભાળશે પરંતુ દબાણમાં તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો. કેમ્પના વાતાવરણ સાથે ધોનીના નિવેદનોએ અફવાઓને જન્મ આપ્યો કે ચેન્નાઈ સુપર કિંગ્સની અંદર વસ્તુઓ સારી નથી. રાયડુએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે જાડેજા એમએસ ધોનીથી નારાજ નથી.

રાયડુએ કહ્યું, "મને નથી લાગતું કે જડ્ડુ માહી ભાઈથી બિલકુલ ગુસ્સે હતો. તે માત્ર એટલું જ હતું કે તે નાખુશ હતો કારણ કે ટીમ સારું પ્રદર્શન કરી રહી ન હતી. તે વર્ષે દરેકનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું નહોતું. ધોની આ ટીમ બનાવી છે અને એમને જડ્ડુને  એ બનાવ્યો છે જે તે આજે છે. તેથી તે સ્વાભાવિક રીતે ખુશ થશે કે તેના દ્વારા બનાવવામાં આવેલ પ્રોડક્ટ ગયા વર્ષે જે બન્યું તે પછી CSK માટે ફાઇનલમાં જીત્યું છે." ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ આ વર્ષે 5મી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. 

રાયડુએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ધોની વધુ એક સિઝન માટે ટીમના કેપ્ટન બની રહેશે. આઈપીએલ 2023ની ફાઈનલ બાદ તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા ધોનીએ કહ્યું હતું કે ટૂર્નામેન્ટ જીત્યા બાદ નિર્ણય લેવો સરળ રહેશે. આ અંગે રાયડુએ કહ્યું, "સીએસકે કેવી રીતે પોતાના પરિવારને સાથે રાખે છે તેનો આ પુરાવો છે. મને આશા છે કે માહી ભાઈ આગામી સિઝનમાં ટીમનું નેતૃત્વ કરે. જ્યાં સુધી તે રમવા માંગે છે ત્યાં સુધી તેણે ટીમનું નેતૃત્વ કરવું જોઈએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ