બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Dharmendra Pradhan said due to the rise in international fuel prices,

જનતાને હાશકારો / પેટ્રોલ-ડીઝલના ભાવ પર આવ્યું પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન, રાહત અંગે કહી આ વાત

Hiralal

Last Updated: 02:05 PM, 14 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવવધારાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો 
  • પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અસ્થાયી-પેટ્રોલિયમ મંત્રી
  • થોડા સમયમાં ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળશે. 

પ્રધાને કહ્યું કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ક્ષણિક છે અને તેને ધીરે ધીરે ઓછો થઈ જશે. કોરોના મહામારીના સમયગાળા બાદ  અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા
કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસૂલી રહી છે. થોડા સમયમાં ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળશે. 

ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરુઆતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પણ જણાવી ચૂક્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવવધારો એક એવો મુદ્દો છે જેની પર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે ચર્ચા કરવી જોઈએ કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ફક્ત કેન્દ્ર સરકાર જ ટેક્સ વસૂલતી નથી. રાજ્ય સરકારો પણ પોતાની રીતે ટેક્સ વસૂલતી હોય છે.

માંગ વધવાના કારણે તેલના ભાવ વધ્યા

વારાણસીમાં મીડિયા સાથે વાતચીત કરતા તેલ મંત્રીએ કહ્યું કે ગત વર્ષ એપ્રિલમાં પ્રમુખ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. કેમ કે કોરોનાની મહામારીના ચાલતા માંગમાં ઘટાડો આવ્યો હતો. આ દેશ વધારે કમાણીના ચક્કરમાં ઓછા ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે હજું પણ ઈંધણનું ઉત્પાદન ઓછું કરવામાં આવી રહ્યું છે.  ઈંધણની માંગ આ સમયે વધી રહી છે.  આનું કારણ એ છે કે હવે કોરોના વાયરસની જે સ્થિતિ પહેલા હતી તેવી નથી. માંગ વધારે વધવાના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે.

એપ્રિલ સુધી ભાવ ઓછા થવાની આશા

દેશમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ક્યારે ઓછા થશે. જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો મંત્રીએ કહ્યું કે આનું કોઈ અનુમાન લગાવી શકાય નહીં પરંતુ કુકિંગ ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધી ઓછા થઈ શકે છે.

શુક્રવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ઠંડીની સિઝન પુરી થતાં જ તેલની કિંમત ઓછી થઈ જશે, તેમણે કહ્યું કે માંગ વધવાના કારણે ભાવ વધારે છે. ઠંડીમાં ઘણીવાર એવું થાય છે તેમણે આશ્વાસન આપ્યું કે જલ્દી જ કિંમત ઓછી થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Petrol And Diesel Price dharmendra pradhan international fuel prices ધર્મેન્દ્ર પ્રધાન નિર્મલા સીતારમણ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો Union Minister Dharmendra Pradhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ