ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Devendra Fadnavis has decided to join the Maharashtra government

BIG NEWS / મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યો વધુ એક ટ્વિસ્ટ, જે.પી. નડ્ડાની સલાહ બાદ ફડણવીસે લીધો મોટો નિર્ણય

Published By: Dhruv

Last Updated: 07:41 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'જે.પી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખી મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિતમાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.'

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના નવા CM તરીકે એકનાથ શિંદેનું નામ જાહેર
  • મહારાષ્ટ્રના CM તરીકે એકનાથ શિંદે શપથ ગ્રહણ કરશે
  • દેવેન્દ્ર ફડણવીસ પણ એકનાથ શિંદેની સરકારમાં સામેલ થશે

મહારાષ્ટ્રમાં એકાએક એકનાથ શિંદેના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરાતા મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ અંગેની જાહેરાત ખુદ દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી. તેઓએ કોઇ પણ મંત્રીપદ પર રહેવા માટેની સ્પષ્ટપણે ના કહી દીધી હતી. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વિનંતી બાદ અંતે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના નવા મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આથી, એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવાની સાથે-સાથે દેવેન્દ્ર ફડણવીસ પણ ડે.સીએમ બનશે. કારણ કે, શપથગ્રહણ સમારોહમાં પણ ત્રીજી ખુરશી પણ ઉમેરી દેવામાં આવી છે. 

આ અંગે ખુદ અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખીને મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિતમાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. હું તેમને હૃદયથી શુભેચ્છા પાઠવું છું.'

મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ દેવેન્દ્ર ફડણવીસને ડે.સીએમ બનવા માટેની ભલામણ કરી હતી. પરંતુ અંતે ખુદ જે.પી નડ્ડાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'J. P. Naddaએ ટ્વિટ કર્યું, 'ભાજપે મહારાષ્ટ્રની જનતાની ભલાઇ માટે મોટું દિલ દાખવી એકનાથ શિંદે જીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ પણ મોટા હૃદય સાથે મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે, જે મહારાષ્ટ્રના લોકો પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવે છે.'

શપથગ્રહણ સમારોહમાં ત્રીજી ખુરશી પણ ઉમેરી દેવામાં આવી

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શિંદેના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ફડણવીસે કહ્યું કે સરકારના લોકો પર દાઉદ સાથે કનેક્શનનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. આવી ગેરમાર્ગે દોરાયેલી સરકારને આજે દૂર કરવામાં આવી છે.

ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યો: ફડણવીસ

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય કટોકટી જેવી સ્થિતિ હતી. બળવાખોર ધારાસભ્યો અગાઉ સુરત અને ત્યાર બાદ ગુવાહાટી પહોંચ્યા હતા. હવે આ જ બળવાખોર ધારાસભ્યોના જૂથમાંથી નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી બનવાની તૈયારી થઈ હતી. સરકારને લઈને શિવસેનાના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ વિચાર્યું કે હવે પછી મત કેવી રીતે માંગવો. જેઓ તેમના વિસ્તારમાં હારી ગયા તેમને પૈસા મળતા હતા. આ કારણે એકનાથ શિંદેજીના નેતૃત્વમાં ધારાસભ્યોએ આ ગઠબંધન તોડવાની માંગ કરી હતી. માનનીય ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે.

સરકારના બે પ્રધાનો જેલમાં તેવું મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વાર બન્યું

દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકારના બે પ્રધાનો જેલમાં છે. આવું અગાઉ ક્યારેય બન્યું નથી. બાળાસાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો હતો, પરંતુ ઉદ્ધવ સરકારમાં એક મંત્રી દાઉદ સાથે જોડાયેલો છે. જેલમાં ગયા બાદ પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા. આ બાળાસાહેબનું અપમાન છે. સંભાજી નગર છેલ્લી ઘડીમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ