Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સંસદમાં હોબાળો: રાજનાથ સિંહે કહ્યું CBI અધિકારીઓને પોતાની ડ્યૂટી કરતા રોકવામાં આવ્યાં

સંસદમાં હોબાળો: રાજનાથ સિંહે કહ્યું  CBI અધિકારીઓને પોતાની ડ્યૂટી કરતા રોકવામાં આવ્યાં
બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે ત્યારે સંસદમાં CBI મુદ્દે જોરદાર હોબાળો થયો. જો કે ત્યાર બાદ સંસદની કાર્યવાહી સ્થગિત થઈ હતી. ત્યારે સંસદમાં ગૃહમંત્રી રાજનાથસિંહે CBIના બચાવ પક્ષમાં નિવેદન આપતા કહ્યુ કે તપાસમાં કમિશનરે જ CBIને સહયોગ આપ્યો નથી.

ગૃહમંત્રી રાજનાથસિહે કહ્યું કે દેશની એજન્સીઓ સાથે ટકરાવ દેશના ફેડરલ અને રાજકીય ક્ષેત્ર માટે સારી વાત નથી. જો એજન્સીઓને પોતાનું કામકાજ કરતા રોકવામાં આવશે તો તેનાથી અવ્યવસ્થા ઊભી થશે. કેન્દ્ર સરકાર હંમેશા રાજ્યોમાં અધિકારોનું સમ્માન કરે છે.

પોલીસ રાજ્ય રાજ્યનો વિષય છે. અને રાજયોએ પણ કેન્દ્રીય એજન્સીઓનું સમ્માન કરવું જોઈએ. ગઈ કાલે જે ઘટના થઈ છે તેનાથી બંધારણીય માળખુ તૂટવાના સંકેત છે. આ સંબંધે મારી રાજ્યપાલ સાથે પણ વાત થઈ છે. તેમની પાસે રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ એજન્સીઓને કામ કરવાથી રોકવા ના જોઈએ. વધુમાં વાત કરતા રાજનાથસિંહે ક્હયું કે અધિકારીઓને ગઈ કાલે પોતાની ડ્યૂટી કરવાથી રોકવામાં આવ્યા. આવી ઘટના દેશના ઈતિહાસમાં ક્યારેય બની નથી.

ચીટફંડ કૌભાંડના આરોપીઓને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે. એજન્સી આ કૌભાંડની તપાસ કરી  રહી હોવાથી તેઓ પોલીસ કમિશનરના ઘરે ગયા હતા. આ કૌભાંડમાં અનેક નામચીન અને રાજકીય લોકોનાં હાથ હોવાનું સામે આવ્યું છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ