ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / cyclone maha severe storm gujarat farmers

વાવાઝોડુ / 'મહા'નો મહાવિનાશક કહેર, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના ખેડૂતોની સ્થિતિ બની દયનીય

Published By: Mehul

Last Updated: 09:42 PM, 3 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેનત કરવા છતાં ફળ ન મળે તો સ્વાભાવિક છે કે, વ્યક્તિ નિરાશ થવાનો. તો તમે વિચાર કરી જુઓ કે, ચાર-ચાર મહિનાઓ સુધી તનતોડ મહેનત કર્યા બાદ તેનું પરિણામ ફરી એ જ માર પડે અને વ્યક્તિ નિરાધાર બની જાય તો? આવી જ હાલત હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બની છે. જાણે તેમને પડ્યા પર પાટું મળી છે.

ADVERTISEMENT

  • દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી 'મહા' નો કહેર
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિ
  • ખેડૂતોની દેવાનું ભારણ વધ્યું

મહેનત કરી, રાત કો દિવસ ન જોયા. જંગલી જાનવરો વચ્ચે પણ આખી-આખી રાત જાગી પાકના રખોપા કર્યા. અને જ્યારે તે મહેનતનું ફળ મળવાનો સમય આવ્યો તો જાણે પડયા પર પાટુ મળ્યું. આવી જ દયનિય સ્થિતિ હાલ બની છે ગુજરાતના ખેડૂતોની. પહેલા કુદરત મહેરબાન બન્યો અને આશા જગાવી અને હવે કુદરતે જ માર્યા છે. ન તો રહ્યું ધાન, ન તો આવ્યું ધન. ખિચ્ચુ ખાલી ખમનું ખમ જ રહ્યું. અને તેમાં બસ વધ્યું છે તો માત્રને માત્ર દેવાનું ભારણ. 

 

દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી બસ આવી જ હાલત છે. જ્યાં જુઓ ત્યાં બસ મહાની મહામારી જ જોવા મળી રહી છે. સામાન્ય રીતે મહામારી શબ્દ બિમારીના અર્થમાં વપરાય છે. પરંતુ આજે એટલા માટે આ શબ્દનો ઉલ્લેખ કરવો પડયો. કારણ કે, મહા વાવાઝોડાએ ખેડૂતોની આવી જ હાલત કરી નાખી છે. ધાન એવી રીતે ધૂળ બની ગયું છે કે, તે કોઇ કામનું રહ્યું નથી. નફો તો દૂર રહ્યો પરંતુ મુંજવણી એ ઉભી થઇ છે કે, જેની પાસેથી ઊછી-ઉધારા કર્યા. કે જેમની પાસેથી બાકીમાં બિયારણ-જંતુનાશક દવા, કે ખાતર લીધાં તેમને કેવી રીતે નાણા ચૂકવવા.

અત્યાર સુધી તો તમે શાબ્દિક તારણો જોયા. પરંતુ હવે જરા આ વિનાશની તસ્વીરો પણ જુઓ. એક તરફ મગફળીનો હાથમાં આવેલો પાક કુદરતે છીનવી લીધો. તો બીજી તરફ ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે. જે હવે ખેડૂતો માટે કોઈ કામનો રહ્યો નથી. કારણ કે, હવે તેમાંથી કાંઈ ઉત્પાદન જ નહીં મળે. આવી હાલ ખેડૂતોની સ્થિતિ છે. આ સ્થિતિ પરથી તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે, આ મહાનો માર કોટલો મારક છે.અને જો આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો તમે કલ્પના પણ નહીં કરી હોય તેટલો વિનાશ સર્જશે. ત્યારે બસ આપણે હાલ એક જ વસ્તું કરી શકીએ અને તે છે કુદરત પાસે પ્રાર્થના.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Gujarati News Maha Cyclone gujarat ગુજરાતી ન્યૂઝ Maha Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ