આ ક્રિકેટરે કર્યો ખુલાસો, 'સારી તક મળશે તો જરૂરથી રાજકારણમાં આવીશ'

By : juhiparikh 03:17 PM, 06 December 2018 | Updated : 03:17 PM, 06 December 2018
ટીમ ઇન્ડિયાનો ધાકડ બેટ્સમેન અને 2 વખત ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપનું ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે અચાનકથી ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઇ લીધી. ગંભીરે સોશ્યલ મીડિયા પર એક સ્પેશ્યલ વીડિયો મેસેજ પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યુ કે, ''આ નિર્ણય ભારે મન સાથે લીધો છે.''  ગૌતમ ગંભીર તેના કરિયરની અંતિમ મેચ રણજી ટ્રૉફીમાં આંધ્રપ્રદેશ વિરુદ્ઘ રમશે જે ફિરોઝાબાદ કોટલા મેદાન પર 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે. 

ગંભીરે એક વાતચીત દરમિયાન કહ્યુ કે, ''મેં મારા ભવિષ્ય વિશે અત્યારે કંઈ વિચાર્યું નથી પણ જો કોઈને આવી તક મળે તો દેશની સેવા કરવી જોઈએ અને સારું છે કે રાજકારણમાં જતા રહે, મને તક મળશે તો હું રબર સ્ટેમ્પ નહીં બનું.''

2 વર્લ્ડ કપના હિરો રહેલા ગંભીરે કહ્યુ કે, દિલ્હી સરકારને લોકોનું ભરપૂર સમર્થન મળ્યું અને તેને સારા કામ કરવા જોઇતા હતા પણ તે જનતાના વિશ્વાસના પૂરો ન કરી શકી. ગૌતમે આની પહેલા વાયુ પ્રદૂષણ અંગે  પણ દિલ્હી સરકાર પર કટાક્ષ કર્યો હતો. 

સિદ્ઘુ નહોતું જવું જોઇએ પાકિસ્તાન:

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂના પાકિસ્તાન જવા અંગે ગંભીરે કહ્યું કે, ‘મને લાગે છે કે, તેમણે પાકિસ્તાન નહોતું જવું જોઈતું. કોઈએ દેશના લોકોની લાગણીઓ સાથે ન રમવું જોઈએ.’ તેણે આ સાથે જ આશા વ્યક્ત કરી કે, ''પાકિસ્તાનના ક્રિકેટર પીએમ સાથે સ્થિતિ સુધરવી જોઈએ એ નહીં કહી શકાય કે, કોઇ સારો ક્રિકેટર હોય તો તે સારો પ્રધાનમંત્રી પણ બની શકે. ''Recent Story

Popular Story