ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / coronavirus lockdown 4 in Gujarat Rajkot tobacco pan masala shop crowd

છૂટછાટ / રૂપાણી સરકારે ગઈ કાલે આ છૂટ આપી અને લોકો રાતથી જ લાઇનમાં ઉભા રહી ગયા

Published By: Gayatri

Last Updated: 10:28 AM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરના વાયરસને કારણે લોકડાઉન 4.0 અમલી બનાવવામાં આવ્યું છે પરંતુ પાન-મસાલાની દુકાનો ખુલ્લી રાખવામાં આવતા લોકોનો મેળાવળો જામ્યો છે. રાજકોટ અને અમદાવાદ સહિત તમામ જગ્યાએ ભીડ જામી છે ત્યારે રાજકોટમાં એડન્સીઓ બહાર બાઉન્સરની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી રાજકોટમાં તો રાતથી જ લોકો પાન-મસાલાની લાઈનોમાં ઉભા રહી ગયા હતા.

ADVERTISEMENT

  • રાજકોટ સોપારી અને તમાકુની એજન્સી પર લોકોની લાઈન
  • સવારથી લાઈન લાગતા પોલીસકર્મીઓ તૈનાત કરાયા
  • સોપારી અને તમાકુ કરણપરા વિસ્તારમા લાગી હતી લાઈન

સીએમ રૂપાણીએ પાન-મસાલાની દુકાનોને છુટછાટ આપતા વ્યસનીયો મોડી રાતથી જ પાન-મસાલાની દુકાનો આગળ લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા. 

સવારથી લાઈન લાગતા પોલીસકર્મીઓ તૈનાત કરાયા

સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા રાજકોટમાં સોપારી અને તમાકુની એજન્સી પર લોકોની લાઈન લાગી હતી. સવારથી લાઈન લાગતા દુકાનની બહાર પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. મોટી લાઈન જોઈને હોલસેલના વેપારીએ દુકાન ખોલી ન હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે પહેલા એજન્સી બહાર બાઉન્સરો પણ તૈનાત કરાયા છે. ગ્રાહકોને ટોકન પ્રમાણે માલ સમાન આપવા માટે પોલીસ દ્વારા સૂચના અપાઈ છે. 

તંત્ર દ્વારા ઓડ-ઈવન નંબર મુજબ વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી

રાજકોટમાં લોકડાઉન 4.0માં છૂટછાટને લઈને RMC કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ઓડ-ઈવન નંબર મુજબ વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રોપટી ટેક્સ નંબરના આધારે દુકાન ખોલવાની મંજૂરી અપાઈ છે. વેપારીઓ પ્રોપટી ટેક્સ નંબરના છેલ્લે આવતા અંક એકી-બેકી આધારે દુકાન ખોલી શકશે. એકી સંખ્યામાં નંબર હોય તો એકી તારીખે અને બેકી સંખ્યામાં નંબર હોય તો બેકી તારીખે દુકાન ખોલી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus LockDown 4 Pan Masala Tobacco rajkot રાજકોટ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ