બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 06:30 PM, 15 February 2021
ADVERTISEMENT
આ સમસ્યાના લીધે અને લોહી ગંઠાઇ જવાના લીધે આંગળીઓને લોહી ન પહોંચતુ હોય, આ શક્ય બની શકે છે, જો કે આની સાથે જ ડોકટરો કહે છે કે કોરોના પીડિતોમાં લોહીના ગંઠાઇ જવાની ફરિયાદો જોવા મળી રહી છે.
The list of mysterious symptoms related to the coronavirus keeps getting longer.
— CHARLES IGBINIDU (@CFOPUBREL) February 13, 2021
The latest unexpected side effect happened to an 86-year-old woman in Italy, whose fingers turned black with gangrene as COVID-19 caused severe clotting, cutting off thehttps://t.co/HgWM4UTfhO pic.twitter.com/pnPtcMr3ep
ADVERTISEMENT
કોરોનાના લીધે વિશ્વ પોકારી ગયું છે ત્રાહિમામ
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં જબરદસ્ત તાંડવ મચ્યો છે. ભારતમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થતો હોવા છતાં, કેટલાક દેશોમાં આ સ્થિતિ ફરીથી ચિંતાજનક બની છે. દરમિયાન, કોરોના વાયરસને લગતા ઘણા રિસર્ચ શરૂ જ છે, જેમાં એક વિલક્ષણતા દર્શાવતા અન્ય એક સમાચાર સામે આવ્યા છે. ઇટાલીમાં, કોરોનાને કારણે, એક મહિલાની આંગળીઓ ગેંગ્રેનનો શિકાર બની. મહિલાની આંગળીઓ સંપૂર્ણપણે કાળી થઈ ગઈ, જેના પછી આખરે તેને અલગ કરવી પડી હતી.
સાઈડ ઇફેક્ટનો શિકાર બની
ડોક્ટરોએ કહ્યું કે લોહી ગંઠાઈ જવાને કારણે મહિલાની આંગળીઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહિલાની ઉંમર 86 વર્ષની છે. યુરોપિયન જર્નલ ઓફ વેસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે આ મહિલા વાયરસથી થતી આડઅસરનો ભોગ બની હતી, જે વાયરસથી થતાં રોગનું ગંભીર સ્વરૂપ છે. પીડિત મહિલા ગત વર્ષે એપ્રિલમાં કોરોના પોઝિટિવ આવી હતી.
હજુ રિસર્ચ ચાલુ છે
રિપોર્ટ અનુસાર, સંક્રમણથી મહિલાના શરીર પર ભારે અસર થઈ હતી. તેની આંગળીઓમાં ગેંગ્રેન થઈ ગયેલું, ત્યારબાદ ડોકટરોએ ત્રણ આંગળીઓ કાપવી પડી. અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે શરીર ખૂબ જ સંવેદનશીલ રીતે ચેપ સામે લડે છે ત્યારે શરીર પર આવી અસર જોવા મળે છે. વિજ્ઞાનીઓ વધુ સંશોધન કરી રહ્યા છે કે કોરોનાવાયરસથી પીડિત વ્યક્તિને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તેના અંગે હજુ પણ ઘણા સંશોધનો શરૂ છે.
આ હોઈ શકે છે કારણ
વિજ્ઞાનીઓ માને છે કે સ્ત્રીને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ થયો હોય શકે છે, જેના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ અચાનક ઓછો થઈ જાય છે અને લોહીની ગંઠાઇ જવાને લીધે તે આગળ આંગળીઓને વધુ બ્લડ પહોંચાડી શકાતું નથી, તે જ સમયે, ડોકટરો કહે છે કે મોટા પાયે કોરોનાથી પીડિત દર્દીઓમાં લોહી ગંઠાઇ જવાની ફરિયાદો આવી છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર રૂપેન આર્યના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે મે મહિનામાં કોવિડ-19 વાળા 30% દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ શાંતિનું પગલું / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.